• Gujarati News
  • રાણી કોડીયાવાડાથી મોજાળીયા ગામને જોડતો રસ્તો પાકો બનશે

રાણી-કોડીયાવાડાથી મોજાળીયા ગામને જોડતો રસ્તો પાકો બનશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરરાણી-કોડીયાવાડા માર્ગથી મોજાળીયા, મહુવાના ખેતરાનો રસ્તો રૂ.1 કરોડના ખર્ચે પાકો બનશે. વર્ષોથી ધૂળીયા રસ્તાથી ત્રસ્ત પ્રજાજનો માટે પાકો રસ્તો આશીર્વાદરૂપ બનશે.

વિજયનગરના પેટા પરા મોજાળીયાના અંતરિયાળ વિસ્તારના રહીશોની જીવાદોરી સમાન મુખ્ય માર્ગ વર્ષોથી પાકો નહતો. રસ્તા પરના નદી-નાળા પર વર્ષોથી ગરનાળુ મુકી ડીપ બનાવવામાં આવ્યો હતો. પરંતુ ડામર રસ્તો બનતા લોકોએ હેરાન થવુ પડતુ હતું. જે અંગે સરપંચ અશ્વિનભાઇ ખરાડી, તાલુકા સદસ્ય મયુરભાઇ શાહની ઉગ્ર રજૂઆત બાદ રાજય સરકારના માર્ગ અને મકાન (પંચાયત) શાખા દ્વારા રૂ.1 કરોડના ખર્ચે રસ્તો ડામર બનાવવા મંજૂરી અપાઇ છે. જે અંગે માર્ગ અને મકાન પંચાયત શાખાના ઇજનેર ડી.કે.ગઢવીના જણાવ્યા ...અનુસંધાનપાન-8

અનુસારસરહદે વિસ્તારના અંતરિયાળ ગામડાઓને પાકા રસ્તાથી જોડવા સરકાર દ્વારા રૂ.1 કરોડની ફાળવણી કરી છે. રાણી-કોડીયાવાડા-વિજયનગર મુખ્ય માર્ગથી મહુવાનાખેતરા મોજાળીયા સુધીનો માર્ગ ડામર થશે. જેનું કામ ટૂંક સમયમાં હાથ ધરાશે. સરપંચ અશ્વિનભાઇ ખરાડીએ જણાવ્યું કે, અમારા ગામના પ્રાણ પ્રશ્ન રસ્તાઓ બનવાને કારણે લોકોને રોજગારી મળશે. જેથી હાલાકી પણ દૂર થશે.

હાલાકી ઘટશે |~1 કરોડના ખર્ચે ડામર રોડ બનશે