તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયનગરની આર્ટ્સ કોલેજમાં ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર :વિજયનગર આર્ટસ કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજપુર કેળવણી મંડળના અધ્યક્ષ મણીભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને વિભાગના અધ્યક્ષ આરડી પટેલે ભારતીય સંસ્કૃતિમાં ગુરુપૂર્ણિમાનું મહત્વ અને મહાત્મ્ય સમજાવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓ પ્રિયાંક બળેવીયા, ભાવના ગામેતી અને ભાવના ફેરાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ગુરુ પૂર્ણિમા ઉત્સવની સફળતામાં પ્રાધ્યાપક પીકે મક્વાણાએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...