તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંદ્રોખામાં 1.51 લાખની લૂંટ થતાં 5 વિરૂધ્ધ ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજયનગર | વિજયનગરતાલુકાના અંદ્રોખા આશ્રમ ખાતે રહેતા એક શખ્સ સાથે થયેલા ઝઘડાની અદાવત રાખી ગત તા.7 જુલાઇના રોજ પાંચ જણાએ તેમના ઘરમાં પ્રવેશી બે જણાને માર મારી ઘરમાંથી રૂા.22,500 રોકડ તથા સોનાની ચેઇન અને અન્ય ચીજવસ્તુઓ મળી રૂા.1.51 લાખની લૂંટ કરી હતી.

અંદ્રોખા આશ્રમ ખાતે રહેતા છોટાલાલ કેવળચંદ શાહ અને દિપકભાઇ છગનભાઇ પ્રજાપતિ, અર્ચનાબેન દિપકભાઇ પ્રજાપતિ, બાબુભાઇ છગનભાઇ પ્રજાપતિ, બાબુભાઇના પત્નિ તથા છગનભાઇના પત્નિ વચ્ચે અગાઉ થયેલ ઝઘડા અંગે પોલીસ ફરિયાદ કરી હતી. જેનું મનદુ:ખ રાખી પાંચેય જણા છોટાલાલ શાહના ઘરેથી રૂા.22,500 રોકડ તથા કોકીલાબેનના ગળામાંથી ચેઇન મળી રૂા.1.51 લાખની લૂંટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પાંચેય જણા ભાગી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો