તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયનગર તા.ની 4 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર નીમાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરતાલુકાની 27 ગ્રામ પંચાયતોની 27મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જ્યારે હાલમાં વિભાજન થયેલી 4 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર નીમાશે.

વિજયનગર તાલુકા વિકાસ અધિકારીના જણાવ્યા અનુસાર, વિજયનગર તાલુકાની 27 ગ્રામ પંચાયતોની ચૂંટણી 27મી ડિસેમ્બરે યોજાશે. જ્યારે તાજેતરમાં વિભાજન કરાયેલી 4 ગ્રામ પંચાયતો આંતરસુંબા, ઇટાવડી, પરોસડા અને રાજપુર ગ્રામ પંચાયતોમાં વહીવટદારની નિમણૂંક કરાશે. આંતરસુંબાની અભાપુર, ઇટાવડીની ચામઠણ, પરોસડાની ઉખલાડુંગરી અને નવાભગા અને રાજપુરની કેલાવા ગ્રામ પંચાયત મળી કુલ 9 ગ્રામ પંચાયતોની ચૂંટણી મહિનામાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...