તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયનગર-ચોરીવાડ રોડ પરના વૃક્ષો મોટો અકસ્માત સર્જશે ! હટાવવા માંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરથીઇડર સુધીના મુખ્ય રાષ્ટ્રિય ધોરીમાર્ગ પરના જોખમી વૃક્ષો ચોમાસા પૂર્વે ઉતારી લેવાની લોક માંગણી પ્રત્યે દુર્લક્ષ્ય સેવાતું હોવાના પગલે સામાન્ય વાવાઝોડામાં નીલગિરી,બાવળ આંબલીના ઝાડ પડી જવાથી વાહન વ્યવહાર બંધ થઇ જાય છે. સામાન્ય વાવાઝોડામાં વૃક્ષો ધરાશાયી થતા શનિવારે રાત્રે ઇડર-વિજયનગર વચ્ચે પાંચ કલાક સુધી ટ્રાફિક જામ રહતા મુસાફરો વાહન ચાલકોએ પોતાના વાહનોમાં બેસી રહેવું પડ્યું હતું.

સાબરકાંઠા જિલ્લાના છેવાડાના તાલુકા વિજયનગરની ખોખરાબોર્ડર પાસેનો ઇડરથી ખોખરા વચ્ચે માર્ગની બન્ને બાજુના વર્ષો જુના બાવળ, આંબલી, નીલગિરીના વૃક્ષો હવે જોખમી બન્યા છે. જે સામાન્ય વાવાઝોડામાં પણ માર્ગ વચ્ચે પડતા વાહન વ્યવહાર ખોરવાય છે

અંગે અમદાવાદના મુકેશભાઈ ઉપાધ્યાય, વિજયનગરના ભાજપ અગ્રણી ગજેન્દ્રસિંહ ડોડીયા,ઇડર ડેપોએના બસ ચાલકે જણાવ્યું હતું શનિવારે સાંજે ચોરીવાડ કાલવણ પૃથ્વીપુર વિસ્તારમાં ફૂંકાયેલા વાવાઝોડાના કારણે અનેક ઝાડ રસ્તા પર પડ્યા હતા. જેના કારણે વાહનવ્યવહાર પાંચથી કલાક સુધી બંધ થઇ ગયો હતો. જોકે મામલે નાયબ ઈજનેર ચંદ્રેશભાઇ મહેતાને તાકીદ કરવા છતાં ઝાડ ઉતારી લેવાની કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાથી હેરાન થવું પડે છે.

ઉલ્લેખનીય છે કે, વાવાઝોડામાં બડોલીમાં જીપ પર ઝાડ પાડતા 9 વર્ષના માસૂમે જીવ ગુમાવ્યો હતો .

માર્ગ પરથી વૃક્ષો હાટવી લેવા પ્રજાની માંગ છે. તસ્વીર-બિપીન નગારચી

અન્ય સમાચારો પણ છે...