તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજપુરમાં દૂધમાં મિલાવટ બહાર આવી,મંડળીને તાળાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરતાલુકાના રાજપુરમાં દૂધમાં મિલાવટ કરાતી હોવાનું ધ્યાને આવતાં ચેરમેને મંડળીને તાળાં મારી દેતાં દૂધ ઉત્પાદકોમાં હોબાળો મચી ગયો છે.

રાજપુર દૂધ મંડળીના ચેરમેન ઈશ્વરભાઈ સકરાભાઈ પટેલના જણાવ્યા અનુસાર, મંડળીના પશુપાલક સભાસદો દ્વારા દૂધમાં પાણી ભેળવવામાં આવતું હોવાની મને જાણ થઇ હતી. જે મામલે મેં ગઈકાલે સવારે ડેરીમાં જઈ દૂધના સેમ્પલ લીધા હતા, જેના લીલપુર ભટેલા મંડળીમાં જઈને રિટેસ્ટ પણ કરાવ્યો હતો. જેમાં દૂધમાં મોટાપાયે મિલાવટ થતી હોવાનું જાણવા મળ્યું હતું. જેની સાથે મંડળીને રૂ.60 હજાર જેટલી ખોટ પણ આવતાં મંડળીને બંધ કરી 27મી તારીખે સામાન્ય સભા બોલાવી છે. જેમાં સાબરડેરીના ચેરમેન જેઠાભાઈ પટેલને પણ નિમંત્રણ પાઠવ્યું છે. જેમાં મંડળી અંગેનો આખરી નિર્ણય કરાશે. જોકે, ચેરમેનના નિર્ણયને પગલે રાજપુર ગામમાં હોબાળો મચી ગયો છે.

રવિવારે ખાસ સામાન્ય સભા બોલાવાઇ

દૂધમંડળીના ચેરમેન ઈશ્વરભાઈ પટેલના જણાવ્યા અનુસાર, દૂધમાં પાણીની મિલાવટ અંગે સાબર ડેરીના ચેરમેન જેઠાભાઇ પટેલ, ફૂડ અને ડ્રગ્સ વિભાગના અધિકારીને પણ જાણ કરી હતી. તેમ છતાં અમારી દાદ નહીં સાંભળી હતી. આથી મંડળી બંધ કરી છે. મામલે 27મીએ મંડળીની સામાન્ય સભા બોલાવી આખરી નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...