વિજયનગરમાં પીવાના પાણીની મુશ્કેલી પડતી હોવાની રાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચ-પાંચ દિવસ સુધી પાણી નહિ મળતા રોષ

વિજયનગરગામમાં પાંચ-પાંચ દિવસ સુધી લોકોને ગ્રામ પંચાયત દ્વારા પાણી નહિ આપતા ગૃહિણીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સાથે પીવાના પાણીની મુશ્કેલી પડતી હોવાને કારણે તંત્ર સત્વરે ટેન્કરથી પાણી આપવાની કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠી છે. ત્યારે ગ્રામ પંચાયત સૂત્રોએ પંચાયતના બોરમાં પાણી ઓસરતાં હાલત પેદા થઇ હોવાનું જણાવ્યું હતું.

વિજયનગર ગામમાં ગ્રામ પંચાયતના બોર કુવાઓના પાણી ઓસરતાં દર ચાર દિવસે પાણી આપવાનો ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય કર્યા બાદ પાંચ પાંચ દિવસ સુધી પાણી નહિ આપતા ગૃહીણોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. જે અંગે નીતાબેન વ્યાસ, કોકિલાબેન પંચાલના જણાવ્યા અનુસાર, ગ્રામ પંચાયત દ્વારા પાંચ-પાંચ દિવસ સુધી પાણી આપવામાં આવતું નથી. ત્યારે પાણીની તકલીફ નિવારવા પંચાયત ટેન્કરથી ફળિયે ફળિયે પાણી આપવા કાર્યવાહી કરે તેવી આમારી માંગણી છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર ગામમાં પીવાના અને વાપરવાના પાણીની તંગી પંચાયતના બોર કુવામાં પાણી ઓસરતા ઉભી થાય છે. જે સંપૂર્ણ પાને કુદરતી છે છતાંય પંચાયત દ્વારા પાણી પંહોચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હટાવાનું સૂત્રોએ જણાવ્યું હતું.