તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજયનગર સરકારી પુસ્તકાલયથી જોડતો રસ્તો બિસ્માર બન્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજયનગર |વિજયનગર મુસ્લિમમહોલ્લામાં આવેલા શેખ અસલમ બક્ષના મકાનથી સરકારી પુસ્તકાલયને જોડતો રસ્તા પર કાદવ-કીચડના પગલે ચાલીને જવું પણ દુષ્કર બન્યું છે. અંગે સ્થાનિક રહીશ અસલમ બક્ષ ઈકરારબક્ષ શેખે જણાવ્યું હતું કે વિજયનગર સરકારી પુસ્તકાલય નજીકથી પાછળ તરફ જતો રસ્તા પર ચોમાસુ પાણી ભરાઈ રહેતું હોવાથી અહીં કાદવ-કીચડના થર જામતા અહીંથી વાહન લઈને તો ઠીક ચાલીને નીકળવું પણ મુશ્કેલ ભર્યું બની ગયું છે. વિસ્તારમાં વસતા દસેક પરિવારો માટે આજ રસ્તા પરથી ..અનુસંધાન8 પર

વિજયનગર સરકારી

આવ-જાકરવી પડતી હોઈ તંત્ર દ્વારા કીચડ હટાવી જવા-આવવા જેટલો માર્ગ નીકળે તેવી અમારી માંગણી છે. સાથે રસ્તા પર સ્થાનિક રહીશો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. જે દબાણ હટાવી આર.સી.સી. રસ્તો બનાવવા આમારી માંગણી છે. જે અંગે ગ્રામ પંચાયત સૂત્રોનો સંપર્ક સાધતા જરૂરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો