તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલવણ વસાહતમાં બાથરૂમમાં સ્નાન કરતી મહિલાની ઇજ્જત લેવાની કોશિશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગામના શખસનું કારસ્તાન, પોલીસ ફરિયાદ થઇ

વિજયનગરતાલુકાના કાલવણ વસાહતમાં રાત્રિના સમયે ઘરની પાછળ સ્નાન કરતી મહિલાની ગામના એક શખસે ઇજ્જત લેવાની કોશિશ કરતાં ચકચાર મચી ગઇ હતી. મહિલાએ બુમાબુમ કરતાં શખસે મારી નાંખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો. વિજયનગર પોલીસે ગુનો નોંધી હવસખોર યુવકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

વિજયનગર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કાલવણ વસાહત ગામની મહિલા ગત 8મીની રાત્રે આઠેક વાગ્યાના સુમારે પોતાના ઘરની પાછળના ભાગે બાથરૂમમાં સ્નાન કરતી હતી. તે સમયે ગામનો કિરણસિંહ પ્રતાપસિંહ પરમાર નામનો શખસ ત્યાં જઇ ચડ્યો હતો અને તેની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કરવાના ઇરાદે તેણી ઉપર પડતાં મહિલાએ બુમાબુમ કરી મૂકતાં તેમના પતિ અને કુટુંબીઓ આવી જતાં કિરણસિંહ નામનો શખસ મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી છૂટ્યો હતો.

બનાવ અંગે કિરણસિંહ પ્રતાપસિંહ પરમાર વિરુદ્ધ વિજયનગર પોલીસ મથકમાં શનિવારે રાત્રે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...