ચિતરીયાના યુવકની કાર રોકી ટોળા દ્વારા લૂંટનો પ્રયાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરતાલુકાના ચિતરીયા ગામના અને કચ્છમાં ફરજ બજાવતા યુવકની કારને સોમવારે દંતોડ ગામના યુવકોએ રોકી હોળીની ગોઠના રૂપિયા માંગ્યા હતા. પરંતુ તેમણે નહીં આપતાં યુવકોએ કારને નુકસાન કરી માર મારી લૂંટી લેવાની કોશિશ કરી હતી. મામલે દંતોડ ગામના 10થી 15 યુવકો વિરુદ્ધ ચિઠોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

ચિતરીયા ગામના બહેચરભાઈ માવજીભાઈ નિનામા કંડલા ખાતે નોકરી કરે છે અને ગોપાલપુરી ગાંધીધામ કંડલા પોર્ટ ખાતે રહે છે. જેઓ પોતાની કારમાં સોમવારે સાંજે 7-30 વાગે દંતોડ ગામની સીમમાંથી પસાર થતા હતા. ત્યારે દંતોડ ગામના દિપક સિંગાજી સડાત સહિત 10થી 15 યુવકોએ બહેચરભાઈની કાર ઉભી રખાવી ધુળેટી નિમિત્તે ગોઠના રૂપિયા માગ્યા હતા. પરંતુ બહેચરભાઈએ રૂપિયા આપવાની ના પાડતાં દિપક સિંગાજી સડાત સહિતના યુવકોએ બહેચરભાઈને કાનના ભાગે ફેંટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બનાવ અંગે બહેચરભાઈએ ચિઠોડા પોલીસ મથકમાં દિપક સિંગાજી સડાત સહિત 10થી 15 યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ધુળેટી નિમિત્તેગોઠના પૈસા નહીં અાપતાં ઝપાઝપી

દંતોડ ગામના 10થી 15 શખસો વિરુદ્ધ ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...