13મીના વિજયનગર બંધના એલાન પર સમિતિ અડગ

ગટર લાઇન મામલે સિંચાઇ વિભાગ-ગ્રામ સમિતિની બેઠક પડી ભાંગી 15 દિવસમાં ગટરના ગંદા પાણી નો નિકાલ કરાશે : ઈજનેર

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:50 AM
13મીના વિજયનગર બંધના એલાન પર સમિતિ અડગ
વિજયનગર ગ્રામ વિકાસ સમિતિ દ્વારા અપાયેલા 13મી એ બંધના એલાનને પગલે તંત્ર દોડતું થયું છે. જેમાં ગુરુવારે બપોર બાદ તાલુકા પંચાયત કચેરીમાં પંચાયત સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેર મામલતદાર, ટીડીઓ , નાયબ ટીડીઓ તથા વિજયનગર ગ્રામ વિકાસ સમિતિ, સરપંચ સભ્યો વેપારી મહામંડળના સભ્યો વચ્ચે બે કલાક ચાલેલી બેઠકમાં કોઈ જ ઉકેલ નહીં આવતા 13 મી એ વિજયનગર બંધ રાખવાના પોતાના નિર્ણય ઉપર વિજયનગર ગ્રામ વિકાસ સમિતિ અડગ રહી હતી.

ગટરલાઇનના ઓક્સીડેશન પોન્ડની અધૂરી કામગીરીને લઇ વિજયનગર ગ્રામ વિકાસ સમિતિ દ્વારા તંત્રનું ધ્યાન દોરવા છતાં પરિણામ નહીં મળતા 13મીએ વિજયનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સોમવારે સરપંચ બાબુભાઇ સીસોદીયા, અને ગ્રામ વિકાસ સમિતિના મંત્રી ઉમેદસિંહ ચૌહાણની આગેવાની હેઠળ ઉપ સરપંચ સોમાભાઈ ખરાડી સહિત પ્રતિનિધિ મંડળ દ્વારા સોમવારે કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી પોલીસ વડાને ગટરલાઇનનો પ્રશ્ન ઉકેલવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે ગુરુવારે જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેર વાય. જે. પરમાર વિજયનગર મામલતદાર, ટીડીઓ, નાયબ ટીડીઓ તથા વિજયનગર ગ્રામ વિકાસ સમિતિ અને વેપારી મંડળ સાથે 2 કલાક મેરેથોન મિટિંગ કર્યા બાદ પણ કોઇ ઉકેલ ન મળતા 13 મી ઓગસ્ટે બંધના નિર્ણય પર અડગ રહ્યા હતા. જોકે, ઇજનેરે આ યોજનામાં કામ કરનાર એજન્સી પાસે ગામની ગટરોનો સર્વે કરી તેને સફાઈ કરાવવા માટે અમોએ 15 દિવસની મહેતલ આપી છે.

ગટર સફાઈનો ખર્ચ કોણ કરશે તે મુદ્દે થયેલી ચર્ચામાં તંત્ર પાસે ફંડ ન હોવાનું જાણવા મળ્યું હતું છતાં સરકારને જાણ કરવાનું ઈજનેર વાય.જેે.પરમારે જણાવ્યું હતું.

X
13મીના વિજયનગર બંધના એલાન પર સમિતિ અડગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App