ચૂંટણી ઝઘડામાં ભાંખરામાં હુમલો કરનારા ચાર વિરુધ્ધ ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરતાલુકાના ભાંખરા ગામે રવિવારે બપોરે સરપંચની ચૂંટણી બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને ભાંખરા ગામના ચાર શખસોએ એકસંપ થઇ એક ઘર પર હુમલો કરી નળીયા, ટીવી અને રાચરચીલાને નુકશાન કરતા મામલો વિજયનગર પોલીસ મથકમાં પહોંચ્યો હતો. જે અંગે ચાર શખસો વિરુદ્ધ ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.વિજયનગર તાલુકાના ભાંખરા ગામના વાલજીભાઇ સલુજી બળેવીયા સાથે કમલેશભાઈ અઢેળાજી અસારી, કાળુ સકરજી કસોટા, નરેશભાઈ કડવાજી કસોટા, પ્રકાશભાઈ માકશીભાઈ બળેવીયાએ સરપંચની ચૂંટણી બાબતે આગાઉ ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને રવિવારે બપોરે કમલેશભાઈ અઢેળાજી અસારી, કાળુ સકરજી કસોટા, નરેશભાઈ કડવાજી કસોટા, પ્રકાશભાઈ માકશીભાઈ બળેવીયાએ એકસંપ થઈને વાલજીભાઇ બળેવીયાના માકન ઉપર લાકડીઓ, પથ્થરોથી હુમલો કર્યો હતો.

જેમાં ઘરના નળીયા, ટીવી અને ઘરના રાચરચીલાને ભયકંર રીતે નુકશાન કર્યું હતું તથા વાલજીભાઇના પત્નિ સંગીતાબેન તથા તેમાં ઘરનાને માર માર્યો હતો. સંગીતાબેને વિજયનગર પોલીસ મથકમાં કમલેશ તથા તેના અન્ય ત્રણ સાગરીતો કાળું સકરજી કસોટા, નરેશભાઈ કસોટા, પ્રકાશભાઈ બળેવીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે.

ઘરના નળીયા, ટીવી અન્ય સામાનને નુકશાન કર્યું

અન્ય સમાચારો પણ છે...