તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવાગામ ધાનેલાના યુવકની હત્યામાં પ્રેમ પ્રકરણ ખુલ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજયનગરનાનવાગામ ધનેલા ગામના ગુમ 19 વર્ષિય યુવક હિતેષ વાધજીભાઇ કટારાની લાશ ડુંગરપુર જિલ્લાના દેવસોમનાથ નજીક સોમનદીમાંથી મળી આવી હતી. જેની તપાસમાં પ્રેમ પ્રકરણમાં હત્યા થયાનું ખુલતા પોલીસે મસારાઓબારીના ત્રણની અટકાયત કરી છે.

નવાગામ ધનેલા (હેરમાતા) વિસ્તારમાં રહેતાં વાધજીભાઇ સકરાજી કટારાના 19 વર્ષિય પુત્ર હિતેષ 20મી ઓગષ્ટના રોજ શનિવારે સાંજે બાઇક લઇ ઘરેથી નીકળ્યો હતો. જે બે દિવસ સુધી પરત આવતાં પરિવાજનોએ મોબાઇલથી સંપર્ક કરતાં અજાણ્યા ઇસમે ફોન ઉપાડી તેનું બાઇક અને મોબાઇલ ઉદયપુર જિલ્લાના ખેરવાડાના મોસારઓવારી ગામે પડ્યું હોવાનું જણાવ્યું હતું.

કેશરીયાજી પોલીસે તપાસ હાથ ધરતાં 10 દિવસ પૂર્વે લાશ દેવસોમનાથ નજીકની સોમ નદીમાં હોવાનું ગામ લોકોએ જણાવતાં પોલીસે હિતેષનું પોસ્ટ મોર્ટમ કરી લાશ પરિવાજનોને સોંપી હતી. કેશરીયાજી પોલીસને તપાસમાં મસારાઓબરી ગામની યુવતિ સાથે પ્રેમપ્રકરણ મામલે થયાનું બહાર આવતાં મસારાઓબરીના ચુનીલાલ ધુવાજી મસારા, શંકરલાલ પનાજી મસારા, અશોકકુમાર અર્જુનભાઇ મસારને ઝડપી લીધા હતાંં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો