તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Himatnagar
 • Vijaynagar
 • રોજગારી | વિજયનગર પંથકના 250 પશુપાલકો દર મહિને 2,07,000 લિટર દૂધ ઉત્પાદન કરે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજગારી | વિજયનગર પંથકના 250 પશુપાલકો દર મહિને 2,07,000 લિટર દૂધ ઉત્પાદન કરે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજયનગરતાલુકાની લીલપુર ભટેલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી રાજસ્થાનના 12 જેટલા ગામોના દૂધ ઉત્પાદકો માટે આશાનું કિરણ સાબિત થઇ રહી છે. જયાં પ્રતિદિન 2,07,000 લીટર દૂધ આપી પશુપાલકો મહિને રૂ.16,50,000ની આવક રળી રહ્યા છે. જે દૂધ સાબરડેરી દ્વારા સમગ્ર ગુજરાતમાં અને ગુજરાત બહાર પંહોચાડાઈ રહ્યું છે.

શ્વેતક્રાંતિની અસરો હવે ધીમે ધીમે અતિ અંતરિયાળ વિસ્તારોમા જોવા મળી રહી છે. સવાર-સાંજની પશુઓ સાથેની મહેનત માત્ર 10 દિવસમાં ધાર્યા પરિણામ આપે છે. જેનું ઉત્તમ ઉદાહરણ વિજયનગર તાલુકાની લીલપુર દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળી છે. જયાં માત્ર ગુજરાત પરંતુ રાજસ્થાનના પશુપાલકો મહિને 2,07,000 લીટર દૂધ ઉત્પાદન કરી રૂ.16,50,000 જેટલી માતબર રકમની કમાણી કરી રહ્યા છે. અંગે લીલપુર ભટેલા દૂધ મંડળી ચેરમેન તેજાભાઈ પટેલ, વાઇસ ચેરમેન લક્ષ્મણભાઇ અને સેક્રેટરી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજસ્થાનના ખેરવાડા અને ઝાડોલ તાલુકાના નવેક ગામડાઓમાંથી પશુપાલકો પોતાનું દૂધ અમારી મંડળીમાં જમા કરાવે છે. જેમાં ખેરવાડા વિસ્તારના 9 અને ઝાડોલ વિસ્તારના 3 મળી 12 ગામના 250 પશુપાલકોનું 6900 લીટર દૂધ પ્રતિદિન ભરાય છે. જે મહિને 2,07,000 લીટર જેટલું થાય છે. જેના દ્વારા પશુપાલકોને દર 10 દિવસે રૂ.5,50,000લેખે મહિને રૂા.16,50,000 ની આવક દૂધ ઉત્પાદન દ્વારા થાય છે.

વિજયનગરની લીલપુર દૂધ ઉત્પાદક સહ.મંડળી. તસ્વીર- બિપીન નગારચી

દૂધનો વ્યવસાય ગ્રામીણ પશુપાલકોને આકર્ષે છે

ઝાડોલતાલુકાના ગોગલા ગામના હિંમતલાલજી ભટ્ટએ જણાવ્યું હતું કે, અમો ત્રણેક ગામના આશરે 100 પશુપાલકોનું દૂધ એકઠું કરી લીલપુર મંડળીમાં ભરાવીએ છીએ. જેમાંથી મહિને પશુપાલકોને સારી એવી આવક થઇ રહી છે. જેના લીધે હવે દૂધ ઉત્પાદનનો વ્યવસાય રાજસ્થાનના ગ્રામીણ પશુપાલકોને આકર્ષી રહ્યો છે.

સરહદી લીલપુર મહિને 16 લાખનું દૂધ ભરાવે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો