તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રા.શિક્ષકોની સેવાપોથીની ડિઝીટ- લાઇઝેશનની કામગીરી પુરજોશમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાથમિક શિક્ષકોની સેવા પોથીઓ વિજયનગર તાલુકાના 600 પ્રાથમિક શિક્ષકોની સેવાપોથીઓનું ડિઝીટલાઇઝેશન કરવાની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. જેમાં 50 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જયારે 50 ટકા કામગીરી 3મી માર્ચ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. જેના લીધે સેવાપોથીઓ ગુમ થવાના કિસ્સામાં શિક્ષકને વેઠવી પડતી હેરાનગતિમાંથી મુક્તિ મળશે.

કોઈપણ સરકારી કર્મચારીના મુખ્ય અંગ તેની સેવાપોથી હોય છે. જે આધારે તેનો પગાર તેને મળતા ઈજાફા, તેની હક્ક રજાઓ નક્કી થતી હોય છે. ઘણા ખરા કિસ્સાઓમાં કર્મચારી કે કાર્યાલય દ્વારા તેની સેવાપોથી ગુમ થવાના કિસ્સાઓમાં પોલીસ ફરિયાદથી માંડીને સેવાપોથીના ડુપ્લિકેશનના કામમાં કર્મચારીએ ઘણી હેરાનગતિઓ વેઠવી પડતી હોય છે, જે હેરાનગતિમાંથી વિજયનગર તાલુકાના પ્રાથમિક શિક્ષકોને મુક્તિ આપવા જિલ્લા શિક્ષણાધિકારી રમેશભાઈ ઉપાધ્યાય અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઇ ઢાઢી, બી.આર.સી. ર્ડા.કે.બી.શાહ, શિક્ષક સંઘના અધ્યક્ષ મનોજભાઈ ગામેતી, મંત્રી કે.બી.પંચાલ, સહમંત્રી જયદીપભાઈ શાહ, ઉપપ્રમુખ પ્રકાશભાઈ બલાત, શિક્ષક મંડળીના ચેરમેન કાળુભાઇ પટેલ, સી.આર.સી.ઓ, જૂથ મંત્રીઓની ઉપસ્થિતિમાં વિજયનગર તાલુકાના 600 જેટલા શિક્ષકોની સેવાપોથીઓનું ડિઝીટલાઇઝેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેનું કામ હાલ 50 ટકા પૂર્ણ થયું છે, જયારે બાકીની કામગીરી આગામી 31 મી માર્ચ સુધી પૂર્ણ કરી દેવાશે તેમ તાલુકા શિક્ષણધિકારી બાબુભાઇ ઢાઢી, જિલ્લા શિક્ષક સંઘના સહમંત્રી અરવિંદભાઈ સીસોદીયાએ જણાવ્યું હતું.

ડિઝિટલાઇઝેશનની 50 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો