વિજયનગર કોંગ્રેસ સમિતિના મોરચાઓની રચના કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરતાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની તાજેતરમાં થયેલી બિનહરીફ વરણી બાદ પ્રમુખ દ્વારા તાલુકા કોંગ્રેસ સમિતિના વિવિધ મોરચાની રચના કરવામાં આવી છે.

જે અંગે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલજીભાઈ ડામોરે આપેલી માંહિતી અનુસાર વિજયનગર તાલુકા કોંગ્રેસ સમિતિની ગત 19 મી તારીખે મળેલી સામાન્ય સભામાં નવીન કારોબારીની રચના બાદ વિવિધ મોરચાઓના પ્રમુખની પણ નિમણુંક કરવામાં આવી છે. જેમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને સાબરકાંઠા બેંકના ડિરેક્ટર દીતાજી ખાતુજી કટારાને આદિજાતિ મોરચાના પ્રમુખ પદે ,કાંતિલાલ પુંજાજી જાદવ એસ.સી. સેલના પ્રમુખ પદે, ભગવાનદાસ રાવતાજી રબારી માલધારી મોરચાના પ્રમુખ પદે, ભાવિનકુમાર વીરજીભાઈ નિનામાની યુવા કોંગ્રેસના પ્રમુખ પદે, કિશોરકુમાર કચરાભાઈ પટેલની તાલુકા કોંગ્રેસ આઇ.ટી.સેલના પ્રમુખ પદે નિમણુંક કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...