તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયનગરમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને શ્રદ્ધાંજલી અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર | વિજયનગર વેપારી મહામંડળ અને આમ અધિકાર જનતા પાર્ટી દ્વારા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી બાજપાઈને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યકરો, સામાજિક આગેવાનો તથા વેપારીઓએ અટલજીની તસવીરને પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં નટવરસિંહજી ભાટી, ધીરુભાઈ પટેલ, ઉમેદસિંહ ચૌહાણ, જીતુભાઇ કટારા, મહેશભાઈ ભગોરા, ઈશ્વરભાઈ પટેલ, રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના કાર્યકર ભરતભાઈ નગારચી, વેપારી મહામંડળના ઉપપ્રમુખ નલીનભાઇ દોશી, ભરતભાઈ દોશી, જીગ્નેશભાઈ શાહ, રાકેશભાઈ પંચાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તસવીર-બિપીન નગારચી

અન્ય સમાચારો પણ છે...