તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચામઠણ-ઈટાવડીમાં વીજ કંપનીનું પ્રિ-મોન્સૂન પ્લાન ફેઈલ - પ્રમુખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગોતરું આયોજન કરે તેવી પ્રમુખની માંગણી, લોકોને મોબાઇલ ચાર્જ માટે બીજે ગામ જવુ પડ્યું હોવાની રજૂઆત

વિજયનગરતાલુકામાં વીજ કંપનીનો પ્રિ-મોન્સૂન પ્લાન ફેઈલ ગયાનો આક્ષેપ તાલુકા પંચાયત પ્રમુખે કર્યો છે. જેમાં રવિવારે આવેલા વાવાઝોડામાં લાઈટો ડૂલ થતા આખીરાત લાઈટોના અભાવે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

અંગે વિજયનગર તાલુકા પંચાયતનાં પ્રમુખ યશકુમાર કોટવાલએ આપેલી માહિતી અનુસાર, વિજયનગર તાલુકામાં મંદ એકલદોકલ વરસાદી ઝાપટા અને વાવાઝોડાનાં બનાવોમાં ઉત્તર ગુજરાત વીજકંપનીનો પ્રિ-મોન્સૂન પ્લાન ફેઈલ ગયાનો આક્ષેપ કર્યો હતો. જેમાં તેમને જણાવ્યું હતું કે, વીજ કંપનીનાં નાયબ ઈજનેર પાંડોર તાલુકાના કણાદર ગામના અને અહીંના લોકલ માણસ હોવા છતાં સ્થાનિક અને પોતાના સમાજના લોકોને પડતી અગવડતાઓ સમજતા નહિ હોવાના કારણે રવિવારે દિવસે આવેલા વાવાઝોડા બાદ ચામઠાણભ, નળિયાવાડા, ઈટાવાડી વિસ્તારમાં લાઈટો ડૂલ થતા આખી રાત લાઈટ નહિ આવતા લોકોએ પોતાના મોબાઈલ રિચાર્જ કરવા માટે આજુબાજુના ગામમાં પોતાના સંબંધીઓને ઘરે જવું પડ્યું હોવાની રજૂઆત પ્રમુખને લોકોએ કરી હતી.

ત્યારે વીજ કંપનીના અધિકારીઓ હવેથી પોતાની આળસ ત્યજીને વાવઝોડા અને વરસાદ પૂર્વે આગોતરું આયોજન કરે તેવી માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...