અાત્મવિલોપનની ચીમકી બાદ સિટી સર્વે કચેરીએ માપણીનો નિર્ણય કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર ગ્રામ પંચાયતની સદસ્યાએ રસ્તા ઉપર પથ્થરો નાખતા પડોશી હિન્દુના ઘરમાં વરસાદી પાણી ભરાતા પડોશીએ આપેલી આત્મ વિલોપનની ચીમકીના પગલે તંત્ર દોડતુ થયુ હતું અને સીટી સર્વે કચેરી દ્વારા માપણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વિજયનગરના લઘુમતી વિસ્તારમાં જમીનની તકરાર મામલે ગ્રામ પંચાયત સદસ્યાએ રસ્તા પર પથ્થરો નાખતા પડોશી હિન્દુના ઘરમાં વરસાદી પાણી ભરાતા પાડોશી નાથુભાઇ કોદરભાઇ ખટીકે આત્મવિલોપનની ચીમકી આપી હતી. જે મામલે બુધવારે ગ્રામપંચાયત ખાતે સરપંચ બાબુભાઇ સીસોદીયા, ગ્રામ પંચાયત સદસ્યા ખેરુનીશાબાનુ પઠાણ તથા અન્ય સભ્યો તલાટી સી.બી. ડામોરની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં જમીન તકરાર અને રસ્તા મામલે સીટી સર્વે કચેરી દ્વારા સર્વે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ મુદ્દાનો સુખદ ઉકેલ લાવવા માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જેમાં સદસ્યા ખેરુનીશાબાનુએ રજુઆત કરતા તલાટી સી.બી.ડામોરે જણાવ્યું હતું કે મે હાલમાં ચાર્જ સંભાળેલ છે અને પંચાયતનો રેકોર્ડ જોઇને ભવિષ્યમાં ફરીથી આ સમસ્યા ઉભી ન થાય તે માટે સીટી સર્વે કચેરી ધ્વારા માપણી કરાવાશે.

ચીમકીના પગલે વિજયનગર ગ્રામ પંચાયતનો નિર્ણય
અન્ય સમાચારો પણ છે...