• Gujarati News
  • પાલ હનુમાનજી મંદિરના ગુંબજમાંથી ટપકતા પાણીએ કુતૂહલ સર્જયુ

પાલ હનુમાનજી મંદિરના ગુંબજમાંથી ટપકતા પાણીએ કુતૂહલ સર્જયુ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરના પાલ ગામનાસુપ્રસિદ્ધ હનુમાનજી મંદિરના ગુંબજમાં ગત બે દિવસથી પાણી ટપકતા લોકોમાં કુતૂહલ સર્જાયુ છે. અંગે દઢવાવના સામાજીક અગ્રણી જશુભાઇ રામચંદ્ર મોઢ પટેલ તથા ચિઠોડાના દિનેશભાઇના જણાવ્યા મુજબ ગત બે દિવસથી પાલ ગામના સુપ્રસિધ્ધ હનુમાનજી મંદિરના ગુંબજમાંથી પાણી ટપકી રહ્યું છે.

જેને પગલે આસપાસના કોડીયાવાડા, ચિતરીયા, દંતોડ, અમોદરા, મોવતપુરાના લોકોના કુતૂહલવશ દર્શનાર્થે ધાડેધાડા ઉતરી પડયા હતા.