કેવડાત્રીજ નિમિત્તે ભુવનેશ્વર મહાદેવમાં પૂજા

Vijaynagar - કેવડાત્રીજ નિમિત્તે ભુવનેશ્વર મહાદેવમાં પૂજા

DivyaBhaskar News Network

Sep 12, 2018, 04:16 AM IST
વિજયનગર | ભાદરવા ત્રીજ ના પાવન કેવડાત્રીજ ના પર્વ નિમિત્તે આજે ભુવનેશ્વર મહાદેવ ખાતે સામુહિક પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવશે. આ અંગે શાસ્ત્રી કાંતિલાલજી વ્યાસ અને હેમન્તભાઈએ જણાવ્યું કે મા ગૌરી પાર્વતીજીએ પોતાના સૌભાગ્યને અખંડ રાખવા માટે ભાદરવા સુદ ત્રીજના દિવસે ભગવાન સદાશિવની ભૂલ થી કેવડાથી પૂજા કરી હતી છતાં ભગવાન સદાશિવે તેમની પૂજા નો સ્વીકાર કરી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા હતા. જે દિવસથી ન કેવળ ભારત વર્ષમાં પરંતુ સમગ્ર વિશ્વમાં વસતી હિંદુ મહિલાઓ દ્વારા કેવડા વડે ભગવાન શંકર ની પુજા કરવામાં આવતી હોવા થી અને ભાદરવા સુદ ત્રીજ કેવડા ત્રીજ તરીકે પ્રચલિત હોવાથી આજે વિજયનગરના ભુવનેશ્વર મહાદેવ ખાતે સામુહિક પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.

X
Vijaynagar - કેવડાત્રીજ નિમિત્તે ભુવનેશ્વર મહાદેવમાં પૂજા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી