વિજયનગર તાલુકાના ગોડવાડા ગામે શનિવારે બપોરે ચાર વાગ્યા ના સુમારે બનેલી ઘટનામાં કંકોડા વીણવા બાબતે બે વ્યકિત ઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક વ્યકિએ ઉંધી કોદાળી મારતા વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વિનોદભાઈ લક્ષ્મણભાઇ કટારા અને થાવરાજી રૂપાજી ડૂણ વચ્ચે શનિવારે બપોરે ચાર વાગ્યા ના સુમારે કંકોડા વીણવા બાબતે ઝગડો થયૉ હતો જેમાં વિનોદભાઈ લક્ષ્મણભાઇ કટારા એ અપશબ્દો બોલી થાવરાજી ડુણ ને માથામાં અને પગે ઉંધી કોદાળી મારી ગડદાપાટુનો માર મારી જાન થી મારી નાંખવાની ધમકીઓ આપતા થાવરાજીએ વિજયનગર પોલીસ મથકમાં વિનોદ કટારા વિરુદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે વિનોદભાઈ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે