તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Himatnagar
 • Vijaynagar
 • પોલીસે ગાડી કબ્જે લીધી આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા, FSL ટીમે પણ નમૂના લીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસે ગાડી કબ્જે લીધી આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા, FSL ટીમે પણ નમૂના લીધા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આંતરસુમ્બાગામની બે બહેનોને દુષ્કર્મ ગુજારવાના ઇરાદે ખેંચી જવાની ઘટના બાદ બન્નેને ગાડીથી કચડી નાખવાનો પ્રયાસ કરનાર યુવકો જે ગાડી લઇને આવ્યો હતા તે સ્પેશિયો ગાડી આભાપુરના ઇસમની હોવાનું ખુલતા પોલીસે ગાડીના ચાલક અને તેના બે સાથીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ઘટનામાં સંડોવાયેલા ચારેય યુવકો ફરાર થઇ ગયા છે જેમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અને ગાડી કબ્જે લઇ લીધી હતી. ઘટના અંગે એફએસએલની ટીમે લોહીના નમૂના લઇ આગળની તપાસ હાથ ધરી છે

11મી તારીખે આશ્રમના બજારમાંથી ખરીદી કરી પોતાના ઘરે પરત જઈ રહેલી આંતરસુમ્બા ગામની બે દલિત બહેનોને દુષ્કર્મ કરવાના ઇરાદે ખેંચી જવા કોશિશ કરી હતી. જેમાં તેઓ તાબે થઇ હતી જેમને ટક્કર મારી મારી નાખવાની કોશિશ કરી હતી. જેમાં બન્નેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઘટનાના દિવસ બાદ પોલીસે સિવિલ હોસ્પિટલમાં રૂબરૂ જઈ ઘાયલ બહેનોનું નિવેદન લઇ સ્પેશીયો ગાડીના ચાલક અને તેના બે સાથીઓ વિરુદ્ધ ગુરુવારે મોડી રાત્રે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જેમાં સ્પેશીયો ગાડી અભાપુર ગામના ચંદુભાઈ ડામોરની હોવાનું પોલીસ ઇન્સ્પેકટર એ.એન. ગઢવીએ જણાવ્યું હતું. ઘટનાનો ભોગ બનેલી બહેનોએ આપેલા નિવેદન આનુસાર ગાડી અભાપુર ગમન ચંદુભાઈ ડામોરનો દીકરો મુકેશ ચલાવતો હતો. જેની સાથે ઘટનામાં અભાપુર ગામના પ્રકાશકુમાર સવજીભાઈ તાવિડ,મહેશકુમાર થાવરાભાઈ તાવિડ, રાહુલ ઈશ્વરભાઈ તાવિડ સામેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું. વધુમાં શનિવારે ઘટનામાં વપરાયેલી સ્પેશિયો ગાડીને પોલીસે કબ્જે લીધી હતી. જેના એફએસએલની ટીમે લોહીના નમૂના લઇ આગળની તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો