તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નેલાઉ તળાવનું પાણી લીફટ ઇરીગેશન પધ્ધતિથી સિંચાઈ માટે આપવા માંગણી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેલાઉ, પડલાઈ, વસાઈ, ડગલા ગામના ખેડૂતોની માંગ

વિજયનગરતાલુકાના નેલાઉ ગામે આવેલા તળાવનું પાણી લીફ્ટ ઇરીગેશન પધ્ધતિથી નેલાઉ, પડલાઈ, વસાઈ, ડગલા ગામના ખેડૂતોને આપવાની માંગણી તાલુકા પંચાયતના સદસ્યએ ઉઠાવી છે.

વિજયનગર તાલુકાની રાજસ્થાન સરહદે આવેલા નેલાઉ ગામે નાની સિંચાઈ યોજના હેઠળ બનાવવામાં આવેલા તળાવનું પાણી લીફ્ટ ઇરીગેશન સિસ્ટમથી તેના કમાન્ડના ગામો માટે ઉનાળુ ખેતી માટે આપવાની માંગણી ખેડૂતો, સદસ્ય નવલજીભાઈ નાનજીભાઈ ચૌહાણ સમક્ષ કરતા નવલજીભાઈએ તાલુકા પંચાયત પ્રમુખ યશકુમાર કોટવાલ અને તાલુકા વિકાસ અધિકારી અરવિંદભાઈ પટેલ સમક્ષ કરી હતી.

જે અંગે તાલુકા પંચાયત પ્રમુખ યશકુમાર કોટવાલ અને તાલુકા વિકાસ અધિકારી અરવિંદભાઈ પટેલે મામલે નાની સિંચાઈ યોજનાના નાયબ ઈજનેરને જાણ કરી કાર્યવાહી કરવા બાંહેધરી આપી હતી.

શિયાળાની સિઝનમાં પાણીની તંગીથી હાલાકી

અંગેનવલજીભાઈએ જણાવ્યું હતું કે, શિયાળાની સીઝનમાં નેલાઉ, પડલાઈ, વસાઈ, ડગલા ગામના ખેડૂતોને ઘઉંની ખેતી માટે પાણીની તંગી ઉભી થતા ખેડૂતોને હેરાન થવું પડે છે ત્યારે નેલાઉ તળાવનું પાણી મળે તેવી ખેડૂતોએ માગણી ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો