તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજવી પરિવારના મહારાજ જશવંતસિંહજીનું નિધન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર | વિજયનગર રાજપરિવારના મહારાજ જશવંતસિંહજીસેક્રેટરી બાવજીનું 102 વર્ષની જૈફ વયે ચાર દિવસની ટૂંકી માંદગી બાદ ગુરુવારે નિધન થયુ હતું. રજવાડા વખતમા મહારાવ હમીરસિંઘજીના શાશનકાળમાં તેમણે વિજયનગર સ્ટેટમાં સેક્રેટરી તરીકે ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. જેના કારણે તેઓ સેક્રેટરી બાવજીના હુલામણા નામથી ઓળખાતા હતા. જેઓની ગુરુવારે કલોલ કમ્પા નજીક આવેલા સંગ્રામપુરા કમ્પા ખાતે અંતિમવિધિ કરવામાં આવી જેમાં વિજયનગર મહારાવ હર્ષવર્ધનસિંહજી તથા રાજ પરિવાર, વેરાબર સ્ટેટ તથા અન્ય રજવાડાના રાજવી પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...