તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોભાપાડાની સગીરાને અપહરણ કરી દુષ્કર્મ અાચરતા 3 સામે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર તાલુકાના બોગાપાડાની 16 વર્ષીય સગીરાને ભગોરાપાડા ગામનો યુવક બે સાથીદારો સાથે મળી ગુરુવારે સવારે 10 વાગ્યના સુમારે અપહરણ કરી લઇ જતા સગીરાના પિતાઅે ફરીયાદ નોંધાવી હતી.

ભગોરા પાડનો અજયભાઇ ડાહ્યાભાઇ ખરાડી અને બોગાપાડાના સુરેશભાઇ દીતાજી પાંડોર અને તેના પુત્ર પિનાશ પાંડોર સાથે મળી બોગાપાડાની 16 વર્ષીય યુવતીને ગત બુધવારે સવારે ચિઠોડા ગામમાંથી લગ્ન કરવાના ઇરાદે સીઅેનજી રીક્શામાં બેસાડી ભગાડી ગયા હતા. જેમાં અજય ખરાડી નામના ઇસમે સગીરા સાથે દૂષ્કર્મ અાચરતા સગીરાના પિતાઅે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ત્રણેય ઇસમો વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ પી.અેસ.અાઇ. અે.અેન. બારીયાઅે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...