વિજયનગર તાલુકામાં છ મહિનાથી ચૂંટણીકાર્ડ ન નીકળતા લોકોને હાલાકી

નવી એજન્સી નિયુક્ત કરવાની કામગીરીના કારણે સમસ્યા ઉભી થઇ

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 04:11 AM
Vijaynagar - વિજયનગર તાલુકામાં છ મહિનાથી ચૂંટણીકાર્ડ ન નીકળતા લોકોને હાલાકી
વિજયનગર | વિજયનગરમાં છ મહિનાથી ચૂંટણી કાર્ડ નહીં નીકળતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે અંગે વિજયનગર મામલતદાર દ્વારા નવી એજન્સી નિયુક્ત કરવાની કામગીરીના કારણે સમસ્યા ઉભી થઇ હોઈ ટૂંક સમયમાં જ નાગરિકોને ચૂંટણી કાર્ડ મળશે તેમ જણાવ્યું હતું.

ટૂંક સમયમાં અરજદારોને ચૂંટણી કાર્ડ મળશે : મામલતદાર

વિધાનસભાની ચૂટણી નજીક આવી રહી છે ત્યારે વિજયનગર તાલુકાના મતદારોને નવીન ચૂંટણી કાર્ડ આપવાની કામગીરી એજન્સી બદલાવના કારણે ગત છ મહિના થી ઘોંચમાં પડી છે. જેને લીધે મતદારોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જે અંગે રહીશોએ જણાવ્યું કે, આમારા સંતાનોની ઉંમર 18 વર્ષની થતા અમે મતદાર ઓળખ કાર્ડ કઢાવવા માટે વિજયનગર આવ્યા હતા. પરંતુ ચૂંટણી કાર્ડ નીકળ્યા નથી જેને લીધે આમારે વારંવાર ભાડું ખર્ચી ધક્કા ખાવા પડી રહ્યા છે. જેથી તંત્ર દ્વારા મતદાર ઓળખ કાર્ડ કઢાવવાની કામગીરી પુનઃ શરુ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. મામલતદાર પીજી ચૌહાણે જણાવ્યું કે, મતદાતા ઓળખકાર્ડ બનાવવાની કામગીરી કરનાર એજન્સી બદલાઈ હોઈ મતદાતા ઓળખકાર્ડની કામગીરી અટવાઈ છે. જેમાં નવીન એજન્સી નિયુક્ત થતાં જ મતદાતા ઓળખકાર્ડની કામગીરી પુનઃ હાથ ધરાશે.

X
Vijaynagar - વિજયનગર તાલુકામાં છ મહિનાથી ચૂંટણીકાર્ડ ન નીકળતા લોકોને હાલાકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App