• Gujarati News
  • લંડનના પ્રાધ્યાપક ગ્રેહામમાંથી ગંગારામ બન્યા

લંડનના પ્રાધ્યાપક ગ્રેહામમાંથી ગંગારામ બન્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયવૈદિક સંસ્કૃતિમાં રહેલી અન્ય ધર્મોને આદરમાન આપવાની વાતથી આકર્ષાયેલા લંડનની ઓકસફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ર્ડા.ગ્રેહામ ડવાયર ગંગારામ નામ ધારણ કર્યુ છે.

અંગે રાજકોટના પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન અને અમેરિકાના પીસ ઓફ યોગ સેન્ટરના સ્થાપક શ્રુતયજ્ઞ સ્વામી જણાવે છે કે લંડનની ઓકસફોર્ડ યુનિવર્સિટીના પ્રા.ર્ડા.ગ્રેહામ ડવાયર વર્ષ 1991માં ભારત આવ્યા તે અગાઉથી તેઓ આપણા હિન્દુ ધર્મ અને સંસ્કૃતિથી પ્રભાવિત થયા હતા. નાનપણથી શાકાહાર છે, જીવનનો ભોગ બનાવનાર ર્ડા.ગ્રેહામે રાજસ્થાનના બાલાજી હનુમાનના ભકત છે, સાથે તેમણે હિન્દુ ધર્મનો અંગિકાર કર્યો અને હિન્દુ ધર્મના ભૂત-પ્રેત-રાધાસ્વામી સહિતના વિષયો ઉપર પુસ્તકો લખ્યા છે, ગ્રંથો લખ્યા છે. રવિવારે વિજયનગરના કોડીયાવાડા ગામે ભકતોને ધર્મ સંસ્કાર સદાચાર વિશેના વ્યાખ્યાનમાં પોતાના વિચારો શ્રુતયજ્ઞ સ્વામી સાથે રહી રજૂ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર સાથેની મુલાકાતમાં ર્ડા.ગ્રેહામ ડવાયર ઉર્ફે ગંગારામે જણાવ્યુ હતું કે મને નાનપણથી માંસાહારથી એલર્જી હતી પરંતુ વાતાવરણને અનુકૂળ થવા અને પરિવારને તાબે થઇ નાછુટકે મારે તેને આરોગવુ પડતુ હતું.

અભ્યાસ દરમિયાન ભારતીય સંસ્કૃતિ વિશે વાંચ્યુ-જાણ્યુ જેમાં એક સંસ્કૃતિ વૈધિક સમભાવ, સમાનતા અને સમરસતામાં માનતી હોવાનું નજરે પડયુ. હિન્દુ દર્શન શાસ્ત્રના વાંચનમાં કયાંય અન્ય ધર્મ-સંપ્રદાય વિશે ઘસાતુ કે ખોટુ નથી બોલાતુ કે લખાતુ, જયાં પથ્થર, વૃક્ષ, પશુ-પંખીને ભગવાનનો દરજજો અપાતો હોવાનું જણાતા હું હિન્દુ ધર્મથી આકર્ષાયો પ્રતિ વર્ષ ગત 1991થી ભારત આવવું અને હિન્દુ ધર્મ-ભારત ભારતીયોનો પ્રચાર કરુ છું.

કોડીયાવાડામાં સત્સંગીઓ પ્રભાવિત થયા

વિજયનગરતાલુકાનાકોડીયાવાડા ગામે તૃષાબેન પટેલના યજમાન પદે યોજાયેલા સત્સંગમાં આવેલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ બાબુભાઇ પટેલ, દઢવાવના લાલજી ભગતે જણાવ્યુ હતું કે આપણે હિન્દુ હોવા છતાં હિન્દુત્વને સમજી નથી શકયા ત્યારે એક વિદેશી મહેમાને આપણા ધર્મને પોતાનો કરી જે અલખ જગાવી છે તેનાથી અમો પ્રભાવિત થયા છીએ સ્વામી શ્રુતયજ્ઞજી અને ર્ડા.ગ્રેહામના વિચારોથી અમને જીવનનો નવો રાહ ચીંધ્યો છે.

ભારતીય સંસ્કૃતિ