તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વસાઈ સરપંચ બેથી વધુ બાળકોના કિસ્સામાં ગેરલાયક- દંતોડ સરપંચ લાયક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગરતાલુકાના નેલાઉ ગામના જશવંતસિંહ નાનજીભાઈ ચૌહાણે લેખિત અરજી કરી હતી. જેમાં વસાઈ ગ્રામ પંચાયતના સરપંચ ગણપતસિંહ લાલસિંહ સોલંકી સરકારના આમુખ (2) ની પંચાયત અધિનિયમોની જોગવાઈ અનુસાર સરપંચ તરીકે પદાવિદ થયેલ પરંતુ ગણપતસિંહ તારીખ 4થી ઓગસ્ટ 2005 પછી ચોથું સંતાન ધરાવતા હોવા છતાં ખોટું સોગંદનામું કરી ચૂંટાઈ આવ્યા હતાં જે અંગે તાલુકા પંચાયત દ્વારા થયેલી રેકર્ડ તપાસ અને વસાઈ ગ્રામ પંચાયતના જન્મમરણ નોંધપોથીમાં જણાવેલ ગણપતસિંહના બાળકોના જન્મના પ્રામાણપત્ર અંતે ગણપતસિંહ સોલંકીએ ખોટું સોગન્દનામુ કરી ચારથી વધુ બાળકો હોવા છતાં ચૂંટણી લડયા હોવાનું ફ્લિત થતા આધિકારી પંચાયત દ્વારા લેવામાં આવેલા નિવેદનો અંગેના અભિપ્રાય બાદ ગણપતસિંહ લાલસિંહ સોલંકીને વસાઈ ગ્રામ પંચાયતના સરપંચના હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કરાયો હતો.

જ્યારે આવા એક અન્ય કિસ્સામાં દાંતોડ ગ્રામ પંચાયતના સરપંચ કિરીટકુમાર લાલજીભાઈ સડાત વિરુદ્ધ દંતોડ ગામના સડાત સિંગારાજી બદાજી, પોપટ રામજી ભગોરા અને વિજેશ નરસિંહભાઈ નિનામાએ કરેલી લેખિત અરજી અન્વયે સરપંચ કિરીટકુમાર લાલજીભાઈ સડાત સરપંચ તરીકે પદાવિદ થયેલ પરંતુ કિરીટકુમાર તારીખ 4થી ઓગસ્ટ 2005 પછી ચોથું સંતાન ધરાવતા હોવા છતાં ખોટું સોગંદનામું કરી ચૂંટાઈ આવ્યા છે. જે અંગે વિકાસ કમિશ્નરને કરેલી રજુઆત મામલે તાલુકા પંચાયત દ્વારા થયેલી રેકર્ડ તપાસ અને દાંતોડ ગ્રામ પંચાયતના જન્મમરણ નોંધપોથીમાં જણાવેલ કિરીટકુમારના બાળકોના જન્મના પ્રામાણપત્ર અને પ્રાથમિક શાળા માં ચાર સંતાનોના જન્મ અંગેની નોંધ તપાસતા કિરીટકુમાર લાલજીભાઈ સડાત વિરુદ્ધ સડાત સિંગારાજી બદાજી, પોપટ રામજી ભગોરા અને વિજેશ નરસિંહભાઈ કરેલા આક્ષેપો તથ્યહીન જણાતાં કિરીટકુમારને દંતોડ ગ્રામ પંચાયતના સરપંચ પદે ચાલુ રહેવા અને તેમને હોદ્દા પરથી દૂર કરવાની અરજી કર્તાઓની માંગણી નામનજુર કરવાનો તાલુકા વિકાસ અધિકારીએ મંગળવારે આદેશ કરતા દાંતોડ ગામનાં સમર્થકોએ ખુશહાલી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...