ભજપુરા નજીક ગરનાળાની દીવાલ તૂટી :તંત્ર દ્વારા ડાયવર્ઝન અપાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડરનામાથાસુર ત્રણ રસ્થાiથી વિજયનગર ધોરીમાર્ગ પર ભજપુરા ગામ નજીક આવેલ પૂલીયા નીચેની દિવાલ શનિવારે રાત્રે ધરાશાયી થઇ જતાં માર્ગ બંધ થઇ ગયો હતો. રજાઓ માણવા પોળામાં જતા સહેલાણીઓ ભારે હાલાકીનો સામનો કરવાં પડી રહ્યા છે જ્યારે માર્ગ બંધ થતા તંત્ર દ્વારા ઇડર -વડાલી - વિજયનગર જવા માટે ગામડાઓના માર્ગે ડાયવર્ઝન આપી વૈકલ્પીક માર્ગ આપી વ્યવસ્થા કરાઇ છે.

વિજયનગર તાલુકાને જોડતો માથાસુર ત્રણ રસ્તાથી વિજયનગર વચ્ચે ધોરીમાર્ગ આવેલો છે. માર્ગ પર દિવસ દરમિયાન વિજયનગર તાલુકામાં આવેલા પોળોના પૌરાણિક મંદિરો તેમજ જંગલમાં ફરવા રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. તેમજ માર્ગ પર આવેલા કડીયાદરા, ચોરીવાડ, આંતરસુંબા જેવા અનેક ગામોમાં લોકો અવર-જવર કરતા હોય છે. માર્ગ પર આવતા વડાલી તાલુકાના ભજપુરા ગામ નજીક વર્ષો પુરાણુ પૂલીયા નીચેની દિવાલ શનિવારે રાત્રે એકાએક ધરાશાયી થઇ ગઇ હતી. જે અંગે રવિવારે સવારે તંત્ર દ્વારા મોટી દુર્દ્યટના સર્જાય તે હેતુસર માર્ગ બંધ કરી લેવામાં આવ્યા હતાં. જેથી માર્ગ પર ટ્રાફીક જામ થવા લાગ્યો હતો. દરમિયાનમાં ઇડર પ્રાંત અધિકારી એ.જે.દેસાઇ, વડાલી નાયબ મામલતદાર પી.કે.પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારી તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને માર્ગ પર ટ્રાફીક હળવો કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. તેમજ પૂલિયા નજીક માર્ગ પુન: કાર્યરત કરવા વૈકલ્પિક માર્ગ બનાવવા જેસીબી તેમજ ટ્રેક્ટર લગાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...