શાળાના આચાર્યની જાણ બહાર કામ થતું હોવાની ફરિયાદ,ટીઆરપીનો ફોન બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિજયનગરનીપ્રાથમિક શાળા નં.1ના માંડ માંડ બચેલા મેદાનમાં શાળાના આચાર્યની જાણ બહાર ગુરૂવારે પરભારુ જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારીની સૂચનાથી બનાવવામાં આવી રહેલા શેડ અને પથ્થર ફિટિંગના કામને શાળા સંચાલન સમિતિના સભ્યો, સરપંચ, તલાટી, ગામ આગેવાનોની હાજરીમાં અટકાવાયુ હતું.

વિજયનગર તાલુકા પ્રાથમિક શાળા નં.1 વર્ષોથી જમીનના વિવાદ સામે લડત આપી રહી છે. જે જમીન માલિકોએ જમીન આપી હતી તે જમીન માલિકોએ શાળાની જમીન ઉપર કબ્જો કરી દેતા વિજયનગર વેપારી મહામંડળના અધ્યક્ષ દેવેન્દ્રકુમાર શાહના વડપણ હેઠળ લડત સમિતિએ કોર્ટમાં જઈ જમીનનો કબ્જો મેળવ્યો હતો. જોકે તેમાં પણ શાળાના વિશાળ મેદાનમાં બી.આર.સી. ભવન, શાળા નં.2 અને શાળા નં.1ના મકાનો બનાવાવમાં આવતા શાળાનું મેદાન નાનું થઇ ગયું હતું. જયાં બુધવારે શિક્ષક આવાસ આગળ શેડ બનાવી પથ્થર ફિટિંગ માટે ખાડા ખોદવાની કામગીરી હાથ ધરાતા આચાર્ય જશુભાઈ પટેલે કામ સામે વિરોધ દર્શાવ્યો હતો, છતાંય ટી.આર.પી. અશોક પટેલના કહેવાથી મજૂરોએ ગુરૂવારે પણ કામ શરૂ કરતા શાળા સંચાલન સમિતિના સભ્યો સરપંચ બાબુભાઇ સીસોદીયા, તલાટી ભુપેન્દ્રભાઈ બરંડા, વેપારી અગ્રણી દેવેન્દ્રભાઈ શાહ, શાળાના પૂર્વ આચાર્ય રામજીભાઈ ડાભી, પંકજભાઈ ભુદરા, ગ્રામ પંચાયત સભ્ય જીગેશભાઈ શાહ, ભીખાભાઈ કલાલ સહિત કે.બી.પંચાલ આચાર્ય જશુભાઈ સાથે શાળાના મેદાનમાં થતું કામ અટકાવ્યું હતું .

ટી.આર.પી.એ ફોન સ્વીચ ઓફ કરી દીધો

કામજેના દ્વારા કરાવવામાં આવી રહ્યું છે તે ટી.આર.પી. અશોક પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પણ ફોન બંધ આવતા અભિપ્રાય જાણી શકાયો નહોતો.
અન્ય સમાચારો પણ છે...