તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડગલા ગામે વોટર શેડ યોજનામાં 3 ચેકડેમમાં ભષ્ટ્રાચારની ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માટી વાળી રેતીનો ઉપયોગ કરી પાયા વગર દિવાલ ચણી લેવાઇ, ગ્રામજનોએ કામની માહિતી માંગતા મજૂરોએ મારવાની કોશિષ કરી

વિજયનગરતાલુકાના ડગલા ગામે વોટર શેડ યોજનામાં કોન્ટ્રાકટર દ્વારા રાત્રિના અંધારામાં બનેલા ત્રણ ચેકડેમમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી છે. જેમાં નદીની માટી વાળી રેતીનો ઉપયોગ કરી પાયા વગર દિવાલ ચણવાની નબળી કામગીરી થતી હોઈ ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું છે. જયારે અધિકારીઓના મેળાપીપણામાં નબળા કામ કરાતા હોવાની ગામલોકોએ રજુઆત કરી છે, સાથે વન વિભાગ દ્વારા કોન્ટકટર સામે પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની લોકોએ ચીમકી ઉચ્ચારી છે.

વિજયનગર તાલુકામાં વન વિભાગ અને વોટર શેડ યોજના હેઠળ ચાલતી કામગીરી બાબતે અનેકવાર બૂમો પડતી રહી છે. જેમાં નબળા કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની પણ લોક રજૂઆતો છતાંય વન વિભાગના અધિકારીઓના મેળાપીપણામાં કામો થતા રહ્યા હતા. જોકે તાલુકાના ડગલા ગામે રાત્રિના અંધારામાં કોન્ટ્રાકટર દ્વારા બનાવવામાં આવેલા ત્રણ ચેકડેમોની કામગીરી નબળી થતા ગ્રામજનોએ હાલ કામ અટકાવી દીધું છે. આમ વન વિભાગના અધિકારીઓના મેળાપીપણામાં ચેકડેમના નબળા કામ કરાતા હોવાની ગામલોકોએ રજુઆત કરી હતી, સાથે ગ્રામજનોએ વન વિભાગ દ્વારા કોન્ટકટર સામે પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની લોકોએ ચીમકી પણ ઉચ્ચારી છે. મામલે વિજયનગર નોર્મલ વન વિભાગના પરિક્ષેત્ર વન અધિકારી આર.એન.ગૌતમનો સંપર્ક કરતા તેમને રજુઆત મળી હોવાનું જણાવી મામલે કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી.

વિજયનગરના ડગલા ગામમાં ચેકડેમની કામગીરીમાં ભ્રષ્ટાચારની ધારણાને પગલે ગ્રામજનોએ કામ અટકાવ્યુ હતું. તસ્વીર - બિપીન નગારચી

અમે અધિકરીઓને બોલાવવાની વાત કરતા તેઓએ કામગીરી બંધ કરી દીધી : ગ્રામજનો

ચેકડેમમાંનદીની માટી વાળી રેતીનો ઉપયોગ કરી જમીનમાં પાયો બનાવ્યા વગર દિવાલ ચણવાની નબળી કામગીરી થતી હોઈ અમો ગ્રામજનોએ કામ બંધ કરાવવા જતા મજૂરો આમારી સામે રોષે ભરાઈ અમને મારવાની કોશિષ કરી હતી. જોકે અમોએ અધિકારીઓને બોલાવવાની વાત કરતા તેઓએ કામ બંધ કર્યું હતું.

ગ્રામજનોનો આક્ષેપ| નબળું કામ થતું હોવાથી ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો