તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજયનગરમાં કૂતરાને મારવા બાબતે માથામાં પથ્થર મારતા ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર| વિજયનગરનાવાઘળીયા વડલા વિસ્તારમાં રહેતા શખ્સએ તેના પાડોશમાં રહેતા શખ્સને સોમવારે સાંજે કૂતરાને માર મારવા અંગે ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે છુટ્ટો પથ્થર માથામાં મારતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે બનેલી ઘટનામાં વિજયનગર વાઘળીયા વડલા વિસ્તાર માં રહેતા જગદીશભાઈના આંગણા માં બેઠેલા કૂતરાને પાડોશમાં રહેતા ઉમેશભાઈ ધર્માજી ગવરીયાએ લાકડીથી માર મારતા જગદીશભાઈ કૂતરાને મારવા ની ના પાડતા ઉશ્કેરાયેલા ઉમેશ ઉર્ફે ઉમેદ ઘવારીયાએ જગદીશભાઈના માથામાં છુટ્ટો પથ્થર મારતાં જગદીશભાઈ ને સારવાર માટે દવાખાને લઇ જવા પડયા હતા.

જે અંગે મંગળવારે જગદીશભાઈના ભાઈ નરવતસિંઘ નારિસિંહભાઈ વણઝારાએ વિજયનગર પોલિસ મથકમાં ઉમેદ ઘવારીયા વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...