તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદિજાતિ નિગમના અધ્યક્ષા રમીલાબેન બારાએ પાલની મુલાકાત લીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરનાથયાત્રામાં હુમલામાં માર્યા ગયેલાના માનમાં વનમંત્રીની પાલ મુલાકાત રદ

વિજયનગરતાલુકાના પાલ મુકામે આકાર લઇ રહેલા વિરાંજલીવનના 16મીજુલાઈએ મુખ્યમંત્રી દ્વારા થનારા ઉદ્દઘાટ્ન કાર્યક્રમ અંતર્ગત સોમવારે પાલની મુલાકાતે આવનાર ગુજરાત રાજ્યના વનમંત્રી નો પ્રવાસ અમરનાથયાત્રામાં મોતને ભેટેલા શ્રદ્ધાળુઓનાં માનમાં રદ્દ કરવામાં આવ્યો હતો. જ્યારે રાજ્ય આદિજાતિ નિગમના અધ્યક્ષે સ્થળ મુલાકાત લીધી હતી. જે બાદ યોજાયેલ બેઠકમાં અમરનાથયાત્રીઓનાં માંનમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વિજયનગર તાલુકાના પાલ મુકામે આકાર લઇ રહેલા વિરાંજલીવનના 16મીજુલાઈએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા થનારા ઉદ્દઘાટ્ન કાર્યક્રમ અંતર્ગત સોમવારે રાજ્યના વનને પર્યાવરણ મંત્રી ગણપતભાઈ વસાવા પાલની મુલાકાતે આવવાના હતા.

પરંતુ આતંકવાદી હુમલામાં અમરનાથયાત્રામાં મોતને ભેટેલા ગુજરાતી યાત્રાળુઓના માનમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ તમામ કાર્યકમો રદ કરવાના આદેશ બાદ રાજ્યના વન પર્યાવરણ મંત્રી ગણપતભાઈ વસાવા પાલની મુલાકાત રદ કરાઇ હતી. જ્યારે રાજ્ય આદિજાતિ નિગમના અધ્યક્ષા રમીલાબેન બારા ,પ્રાંત અધિકારી, તાલુકા પ્રભારી ગુણવંતભાઈ ,તાલુકા ભાજપ પ્રમુખ મયુર શાહ, યુવા પ્રમુખ પ્રકાશભાઈ પટેલે સ્થળ મુલાકાત લીધી હતી.

આદિજાતિ નિગમના અધ્યક્ષા રમીલાબેને વિરાંજલી વનની મુલાકત લીધી. તસવીર-બીપીનનગારચી

અન્ય સમાચારો પણ છે...