તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતરસુંબામાં 72મા સ્વાતંત્રતા પર્વની ઊજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજયનગર | વિજયનગર તાલુકાનો સ્વાતંત્રતા પર્વ આંતરસુંબા હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મામલતદાર પી.જી. ચૌહાણ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. પી.એસ.આઇ એ.ટી પટેલ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ઉજવણીમાં નટવરસિંહ્જી ભાટી, ભુરાભાઇ ભગોરા, રાજુભાઈ પાંડોર, સરપંચ લીલમબેન મેણાંત, અભાપુર સરપંચ ઈશ્વરભાઈ નિનામા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઇ ઢાઢી, વિસ્તરણ અધિકારી બી. ટી. પટેલ, સર્કલ રમેશભાઈ ખરાડી, નાયબ મામલતદાર જેનીશભાઈ ગામેતી, કે.પી. ખરાડીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં અાવી હતી. આ પ્રસંગે રીણમભાઇ બલાત તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન બળેવીયાએ તાલુકા પંચાયત ખાતે રાષ્ટ્ર ધ્વજ ને સલામી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...