• Gujarati News
  • જમીન પર વાવેતર કરવા બાબતે ભાઇઓ બાખડયા

જમીન પર વાવેતર કરવા બાબતે ભાઇઓ બાખડયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{આંતરીમાં ભાઇ, ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

વિજયનગરતાલુકાના આંતરી ગામે શુક્રવારે રાત્રે બે સગાભાઇઓ વચ્ચે તેમની માતાની જમીન પર વાવેતર કરવા બાબતે તકરાર થઇ હતી. જેમાં એક ભાઇએ બીજાભાઇને માથામાં ઇંટ મારતા ઘાયલ થયો હતો. જેમાં ભાઇએ સગાભાઇ તેમજ ભત્રીજા વિરૂધ્ધ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.

ઘટનાની પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિજયનગર તાલુકાના આંતરી ગામના બકાજી જીવાજી વણઝારા આદિવાસીએ તેની માતાનું ખેતર ખેડવા ઘઉંનુ વાવેતર કર્યુ હતું. જે બાબતે તેના ભાઇ કાંનાજી જીવાજી વણઝારા (આદિવાસી)એ શુક્રવારે રાત્રે બકાજીને તે બાના ખેતરમાં ઘઉંનુ કેમ વાવેતર કર્યુ, તે ખેતરમાં મારે ઘઉં પેરવાના હતા, તેમ કહી તકરાર કરી હતી.

જેથી બકાજીએ તેના ભાઇ કાંનાજીને કહેલ કે બાના કહેવાથી મેં ઘઉં વાવ્યા છે તેમ કહેતા કાનજીએ બકાજીને અપશબ્દો બોલી ઉશ્કેરાઇ જઇ માથામાં ઇંટ મારી દીધી હતી. જયારે કાનાજીના દીકરા અમીતે બકાજીને ગડદાપાટુનો માર મારી બંને બાપ-બેટા કાનાજી અને અમીતે બકાજીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જે બાબતે બકાજીએ શનિવારે ભાઇ કાનાજી અને ભત્રીજા અમીત વિરૂધ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.