• Gujarati News
  • ડોભાડા પ્રા.આરોગ્ય કેન્દ્રની ફિમેલ હેલ્થવર્કરને રોમિયોએ બચકું ભર્યું

ડોભાડા પ્રા.આરોગ્ય કેન્દ્રની ફિમેલ હેલ્થવર્કરને રોમિયોએ બચકું ભર્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાલી તાલુકાના પિશ્ચમ વિસ્તારમાં આવેલ ડોભાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફીમેલ હેલ્થવર્કર તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીને બુધવારે વેડા-વાસણા માર્ગ પર રોકી એકલતાનો લાભ લઇ એક રોમિયોએ બિભત્સ માગણી કરી તમાચો મારી ગાલ પર બચકું ભરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. આ અંગે મહિલાએ રોમિયો વિરૂઘ્ધ વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, વિજયનગર તાલુકાના પરોસવાડા ગામના જયંતિભાઇ રાયચંદભાઇ ખોખરીયાની દીકરી તેજલબેન છેલ્લા દોઢ વર્ષથી વડાલી તાલુકાના પિશ્ચમ વિસ્તારમાં આવેલા ડોભાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફીમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે અને મહોર ગામમાં રહે છે. દરમિયાન તેજલબેન વિજયનગર તાલુકાના અભાપુર ગામના બ્રિજલભાઇ રમેશભાઇ ડાભી સાથે સંપર્કમાં આવ્યા હતા. આ મહિલા કર્મચારી બુધવારે સવારે ફરજ પર આવ્યા હતા અને મમતા દિવસ હોવાથી તેઓ તાલુકાના સુલઇ ગામની આંગણવાડીના બાળકોને રસી આપવા બાઇક લઇને ગયા હતા. જયાંથી સાંજે ડોભાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પરત ફરી રાા હતા. ત્યારે વેડા-વાસણા માર્ગ પર બાઇક લઇને ઉભેલા બ્રિજલે તેમને Êરોકી બિભત્સ માગણી કરી હતી. જેથી તેજલબેને ના પાડી સામનો કરતા બ્રિજલે તેમને લાફો મારી પકડીને ગાલ પર બચકું ભરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે મહિલા કર્મચારીએ બુધવારે મોડી સાંજે વડાલી પોલીસ સ્ટેશનમાં બ્રિજલ ડાભી વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી.