ભાસ્કર ન્યુઝ.વિજયનગર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.વિજયનગર

ભારતનાયુવાનોમાં પડેલી કુનેહ, હોંશિયારીના પરચા વખતો વખત વિશ્વને મળતા રહ્યા છે. કંઇક કરવા જતા કંઇક નવું કરવાના અનેક કિસ્સાઓ દિનપ્રતિદિન પ્રકાશમાં આવતા હોય છે. આવો એક પ્રયાસ વિજયનગર તાલુકાના અંદ્રોખા ગામના યુવાને પોતાના આઇસ કેન્ડી પ્લાન્ટના તાપમાનને નિયંત્રિત કરવા જતા દેશી એ.સી. બનાવ્યુ છે. જે બજારમાં ઉપલબ્ધ દોઢ ટનના એ.સી.ની ખર્ચ સામે માંડ 8 ટકા ખર્ચમાં બની ગયુ છે. સાથે વીજળીની પણ બચત થતી હોઇ યુવાને બેવડો લાભ મેળવી પોતાના ઇરાદાને સુખદ અંજામ આપ્યો છે.

અંદ્રોખા ખાતે આઇસ કેન્ડી પ્લાન્ટ ધરાવતા હસમુખભાઇ પટેલ નામના યુવાને પોતાના પ્લાન્ટને ઠંડો રાખવા આદરેલા અભિયાનના પરિણામે દેશી એ.સી.નું સર્જન કર્યુ છે. જે બજારમાં ઉપલબ્ધ એ.સી. જેટલી ઠંડક આપે છે અને વીજળીની બચત પણ કરે છે.

અંગે હસમુખભાઇએ જણાવ્યુ હતું કે મારા આઇસ કેન્ડી પ્લાન્ટનું તાપમાન વધી જાય અને એક સમાન જળવાઇ રહે તે માટે મારા મગજમાં વિવિધ વિચારો આવતા એક રૂમ અને દુકાનને ઠંડુ કરવામાં પંખાઓ વામણા સાબિત થયા, તેવામાં મને કુલરની પધ્ધતિ મગજમાં આવી, જેમાં અમારા બજારમાં ઉપલબ્ધ પાઇપ, મોનો પંપ સેટ, પેટ્રોલ પાઇપ, પતરાનું બોક્ષ, પંખો વગેરે મેળવી મેં મારી દુકાનનો જમણી પછીતે આવેલી દિવાલ ઉપર ઘાસની ટટ્ટીને ચોતરફ પાણીથી છંટકાવ કરવાનો વિચાર આવ્યો કે જેનાથી કુદરતી હવાથી ઠંડક મેળવી શકાય. પરંતુ તેમાં પણ વારંવાર ઘાસ સૂકાઇ જતા પાણી છાંટવું મુશ્કેલ ભર્યુ લાગ્યું. જેમાં 80 ફૂટની પાઇપ, 10 ફૂટ પીવીસી પાઇપ બે ઇંચની લઇ અમુક અમુક અંતરે કાણા પાડી પાકટ પેટ્રોલ પાઇપ, 2 મીટર લીટી વાળો મોનો પંપ લઇ ઘાસની ટટ્ટીની ચોતરફ પીવીસી પાઇપ લગાવી પંપની મદદથી ટાંકીનું પાણી સરકયુલેટ કરી 10 ઇંચનો પંખો લગાવી કુલિંગ સિસ્ટમ શરૂ કરતા મને ધારી સફળતા મળી હતી.

ગરમીમાં પણ મારા દેશી એ.સી.ના કારણે શીતળ પવનમાં ધંધો કરી શકયા. હસમુખભાઇએ વધુમાં જણાવ્યુ હતું કે બજારમાં ઉપલબ્ધ દોઢ ટનના એ.સી.ની ગરજ સારતું એ.સી.થી વીજળીની પણ બચત થતા મને બેવડો લાભ થયો છે.

અન્ય સમાચારો પણ છે...