તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vijapur
  • હિંમતનગર વિજાપુર રોડ પર ઓવરલોડ ખનિજ ભરીને જતી પાંચ ટ્રકો ઝડપાઇ

હિંમતનગર-વિજાપુર રોડ પર ઓવરલોડ ખનિજ ભરીને જતી પાંચ ટ્રકો ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરતાલુકાના સીમાડેથી પસાર થતી સાબરમતી નદીમાંથી રેતી ખનિજની બેફામ ચોરી થઇ રહી હોવા અંગે બૂમ ઉભી થયા બાદ સાબરકાંઠા ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી વિભાગ દ્વારા રવિવારે સવારે પાંચ ટ્રક ચાલક-માલિક વિરૂધ્ધ રોયલ્ટી ચોરી અને ઓવરલોડ મળતાં કાર્યવાહી કરી સીઝ કરવામાં આવ્યા હતા.

સાબરકાંઠા જિલ્લા ખાણ-ખનિજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી વિભાગના કે.કે.વ્યાસે હિંમતનગર-વિજાપુર રોડ ઉપર અપ્સરા હોટલ અને દેધરોટા ગામની વચ્ચેના વિસ્તારમાંથી બિનઅધિકૃત રીતે રેતી ભરીને લઇ જઇ રહેલ હિંમતનગર, ધનસુરા, મોડાસા અને બાયડ તાલુકાની પાંચ ટ્રકો ઝડપી પાડી હતી. વહેલી સવારે ખાણ-ખનિજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીને પગલે સાબરમતી નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનિજ વહન કરનારાઓમાં ટેમ્પરરી બ્રેક લાગી ગઇ હતી. કે.કે.વ્યાસે જણાવ્યુ હતું કે, રેતી ખનિજ સાથે સીઝ કરી ઓવરલોડ અને રોયલ્ટી ચોરી અંતર્ગત કાર્યવાહી હાથ ધરી પાંચેય ટ્રક રૂરલ પોલીસ સ્ટેશને સોંપવામાં આવી હતી. અંદાજે સવા લાખ રૂપિયાની દંડાત્મક કાર્યવાહી થશે.

નોંધનીય છેકે, તાજેતરમાં સાબરમતી નદીમાં રેડ પાડવા ગયેલી ટીમ પર ખનિજચોરો દ્વારા હુમલાની ઘટના બની હતી. તે પછી પણ પ્રવૃત્તિ ચાલુ રહી છે.

અન્ય સમાચારો પણ છે...