Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચાર શાળાઓમાં ધો.11-12 સા.પ્રવાહના પાંચ વર્ગો બંધ
વિદ્યાર્થીઓનીસંખ્યા થતી હોઈ જિલ્લાની ચાર ગ્રાન્ટેડ શાળાઓએ સામેથી વર્ગ ઘટાડા માટે કરેલી દરખાસ્ત અંગે મંગળવારે સુનાવણી કરાઈ હતી. જેમાં ધો.11 અને 12ના સામાન્ય પ્રવાહના કુલ પાંચ વર્ગો બંધ કરાયા હતા. જો કે, 31 જુલાઈ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેતી હોઈ અન્ય શાળાઓના વર્ગોની સ્થિતિ ત્યાર બાદ નક્કી થશે.
મંગળવારે બપોરે મહેસાણાની ટી.જે.હાઈસ્કૂલમાં જે તે સંસ્થાના પ્રતિનિધિઓને સાંભળવામાં આવ્યા હતા. જેમાં ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડાની સરસ્વતી વિદ્યાલયમાં ધો.11નો એક વર્ગ, કરજીસણની એન.સી. સંસ્કાર વિદ્યાલયમાં ધો.12નો એક વર્ગ, બલોલની આઈ.એમ.જી. વિદ્યાલયમાં ધો.11નો એક વર્ગ તેમજ વિજાપુરના બિલિયાની પી.બી.પટેલ વિદ્યાલયમાં ધો.11 અને 12નો એક એક વર્ગ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનિય છે કે, હાલમાં એવી સંસ્થાઓ કે જેમણે સંખ્યા થતી હોઈ સામેથી વર્ગ ઘટાડાની માગણી કરી હોય તેવી સંસ્થાઓની સુનાવણી હાથ ધરાઈ હતી.
જો કે, 31 જુલાઈ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રહેતી હોઈ ત્યાર બાદ પણ નિયમ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા હોય તેવા વર્ગો અંગેનો નિર્ણય બાદમાં લેવાશે.