તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજાપુરમાં ભાજપ, કોંગ્રેસ અને જન વિકલ્પમાંથી ફોર્મ ભરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુરવિધાનસભા બેઠક ઉપર સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાંથી એપીએમસી ચેરમેન રમણભાઇ પટેલે, કૉંગ્રેસમાંથી બિલ્ડર નાથાલાલ પટેલે તેમજ શંકરસિંહ વાઘેલાના પક્ષ જનવિકલ્પમાંથી કિસાન સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે પણ ઉમેદવારી નોંધાવી હતી. મહેન્દ્રભાઈ પટેલ વર્ષોથી ખેડૂતોના મુદ્દે રજૂઆતો કરતાં આવ્યા છે. તો રમણભાઈ પટેલ સહકારી ક્ષેત્રના અગ્રણી છે. નાથાલાલ પટેલ જિલ્લા પંચાયત કુકરવાડા બેઠક પરથી આવે છે. ત્રણેય ઉમેદવારોએ તેમના સમર્થકો સાથે ફોર્મ ભર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...