ફલુના કાર્યક્રમમાં CMએ રાજકીય પ્રવચન ટાળ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવારે પાસના 8 કન્વીનરોની અટકાયત કરી લેવાઇ, કાર્યકરો સભા સ્થળે ફરક્યા નહીં

વિજાપુરતાલુકાના ફલુ ગામે રવિવારે યોજાયેલા ર્ડા.ડાહ્યાભાઇ પટેલના સન્માન તેમજ તેમના જીવન પર પુત્ર સુરેશભાઇ પટેલ દ્વારા લખાયેલા ‌પર સેવાના પ્રેરણામૂર્તિ પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સેવા સાથે સમર્પણ કરવાની ભાવના તબીબ પરિવારમાં જોવા મળે છે, તેમની પાસેથી પ્રેરણા લેવામાં આવે તે સમાજ માટે મહત્વનું છે. કાવ્યગાન અને ઉદાહરણ સાથે પુણ્યનું કામ સમાજ માટે કરવું જોઇઅે તેમ તેમણે ઉમેર્યુ હતું. જોકે, કાર્યક્રમ પૂર્વે ફૂદેડા- માઢી રોડ પરથી પાસના 8 કન્વીનરોની પોલીસે અટકાયત કરી વસાઇ પોલીસ મથકે લઇ જવાયા હતા. જેને પગલે સભાસ્થાને કોઇ ફરકયું હતું. બીજી તરફ, મુખ્યમંત્રી સહિત ભાજપના અાગેવાનોએ તેઓના ભાષણમાં કોઇ રાજકીય ટીપ્પણી કરી હતી.

પુસ્તકનું વિમોચન કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જીવનમાં વ્યક્તિ કેટલું જીવ્યો તે નહીં પણ કેવું જીવ્યો તે મહત્વનું છે. જીવન લોકો માટે ઉપયોગી બની રહે તે માટે દયા, કરુણા, પ્રેમ અને નિ:સ્વાર્થપણું હોવું જરૂરી છે. પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, કે.સી. પટેલ, સંસદીય સચિવ બાબુભાઇ પટેલ, સાંસદ જયશ્રીબેન પટેલ, કથાકાર ભૂપેન્દ્રભાઇ પંડયા, દુષ્યંતભાઇ પટેલ તેમજ ર્ડા. ડાહ્યાભાઇના પુત્ર સુરેશભાઇ પટેલ, અલ્પેશભાઇ પટેલ, શેતલભાઇ પટેલ વગેરે હાજર રહ્યા હતા.

વિજાપુરના ફલુ ગામે તબીબના સન્માન સમારોહ અને પુસ્તક વિમોચન કાર્યકમમાં આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...