તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Vijapur
  • જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન રેખા ચૌધરીનું રાજીનામું, ખેરાલુ બહુચરાજીમાં અસંતોષનો સૂર

જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન રેખા ચૌધરીનું રાજીનામું, ખેરાલુ-બહુચરાજીમાં અસંતોષનો સૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસમાં રાધનપુરથી લઇને ઇડર સુધી વિરોધનો સૂર

બહુચરાજી બેઠક પર ઠાકોર સેનાના કાર્યાલય મંત્રી ભરતજી ઠાકોરને ટિકિટની જાહેરાત થતાં દાવેદારો અને તેમના સમર્થકોમાં નારાજગી ફેલાઇ ગઇ હતી અને વડોસણ સ્થિત વિધાનસભા કાર્યાલય ઉપર તેમજ બહુચરાજી મણિધર વિલેજમાં કાર્યકરોએ ભેગા થઇ વિરોધ નોંધાવ્યો હતો.

{ જિલ્લા શિક્ષણ સમિતિનાં ચેરમેન રેખાબેન ચૌધરીને બહુચરાજી બેઠક પરથી ટિકિટ નહીં મળતાં તેમણે પ્રદેશ પ્રવક્તા અને પ્રદેશ કારોબારી સભ્ય પદેથી પણ રાજીનામું આપતો પત્ર પ્રદેશ અધ્યક્ષને મોકલી આપ્યો છે.

{ ખેરાલુ બેઠક ઉપર ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ રામજીજી ઠાકોરનું નામ આવતાં ખેરાલુ, વડનગર અને સતલાસણા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેરાલુ તાલુકા પંચાયતના સભ્યો અને સંગઠનના હોદ્દેદારોએ સ્થાનિકને ટિકિટની માંગ સાથે રાજીનામાંની ચીમકી આપી છે. વડનગર પંથકના કાર્યકરોએ પણ રાજીનામાની ધમકી આપી છે.

{ રાધનપુરમાં અલ્પેશ ઠાકોરને ટિકિટ અપાતાં રઘુ દેસાઇના સમર્થકો દ્વારા પ્રદેશ કાર્યાલયે ધસી જઇ વિરોધ નોંધાવ્યો હતો.

{ વડગામ બેઠક પર ધારાસભ્ય મણિભાઇ વાઘેલાને રિપીટ કરાતાં તેમનો પણ વિરોધ થયો હતો.

{ વિજાપુરમાં પી.આઈ. પટેલને ટિકિટ નહીં મળતાં તેમણે રવિવારે સભા કરી હતી. સમર્થકોએ તેમને અપક્ષમાંથી લડવા સૂર વ્યક્ત કર્યો હતો. જોકે, તેમણે કહ્યું કે, હું અપક્ષમાંથી નહીં. વિરોધ કરીશ.

અન્ય સમાચારો પણ છે...