વિજાપુરમાં ધોળેદહાડે વેપારીનું 3 લાખ ભરેલું પાકીટની ચલઝડપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુરમાં એસબીઆઈ બેંક માંથી ઉપાડેલા રૂ 3 લાખ ભરેલું પાકીટ કારમાં મુકીને વેપારી કાર ચાલુ કરે તે પહેલાં અજાણ્યો ગઠિયો કારના બોનેટ પર ઓઈલ જેવું પ્રવાહી નાખી રકમ ભરેલું પાકીટ તફડાવી નાસી ગયો હતો.વિજાપુર પોલીસમાં વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે સીસી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી.

મૂળ ફૂદેડાના અને હાલ વિજાપુરની નંદનબાનગર સોસાયટી માં રહેતા જગદીશભાઇ જીનાભાઈ પટેલ ખાણુુસામાં હોમકાર કોટન ઇન્ડસ્ટ્રીઝમાં ભાગીદારીમાં વેપાર કરે છે.મંગળવારે તેઓ પોતાની જીજે.02.ડીટી.5796 નંબરની કાર લઈને વિજાપુરની એસબીઆઈ બેંકમાં ગયા હતા.અહીંથી તેઓ રૂ 3 લાખ ઉપાડીને પાકીટમાં મુકી બહાર આવ્યા હતા.તેઓ કારમા બેસે તે પહેલાં બોનેટ પર ઓઈલ જેવું પ્રવાહી પડેલું જોઈ તેઓ રકમ ભરેલું પાકીટ કારની પાછળની સીટમાં મૂકી બોનેટ પર લાગેલું ઓઈલ સાફ કરવા ગયા હતા.આ સમયે અજાણ્યો ગઠિયો વેપારીની નજર ચૂકવી રકમ ભરેલું પાકીટ તફડાવી ગયો હતો.કારમા બેસતાં પહેલા રકમ ભરેલું પાકીટ ચેક કરતા તે સીટ પર ના દેખાતા ચોકી ગયા હતા.તેમણે વિજાપુર પોલીસમાં ગુનો નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...