તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Vijapur
 • વિજાપુરના રામપુરા(કુ) સેવા મંડળીના મંત્રીએ રૂ. 2.82 લાખની ઉચાપત કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજાપુરના રામપુરા(કુ) સેવા મંડળીના મંત્રીએ રૂ. 2.82 લાખની ઉચાપત કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિજાપુરતાલુકાના રામપુરા (કુ) સેવા સહકારી મંડળીના મંત્રીએ રૂ.2.82 લાખની ઉચાપત કરી હોવાનું ઓડિટ દરમિયાન ખુલતાં મંડળીના પ્રમુખે મંત્રી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વિજાપુર તાલુકાના રામપુરા (કુ) ગામની સેવા સહકારી મંડળીમાં ગામના રાઠોડ છત્રસિંહ રણજીતસિંહ મંત્રી તરીકે ફરજ બજાવે છે. મંડળીના ઓડિટમાં તા.1-4-16થી 23-6-16 દરમિયાન મંત્રીએ પોતાના હોદ્દાનો દૂરૂપયોગ કરી મંડળીની મર્યાદા ઉપરની સિલક રૂ.2,82,447 પોતાના અંગત કામે ઉપયોગ કરી લીધી હોવાનું ખુલ્યું હતું. આટલી મોટી રકમનીા કાયમી ઉચાપત કરી મંડળીના સભાદસો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. બાબતે મંડળીના પ્રમુખ પટેલ ડાહ્યાભાઈ ઈશ્વરભાઈએ વિજાપુર પોલીસ મથકે મંત્રી રાઠોડ છત્રસિંહ રણજીતસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો