તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજાપુર પોસ્ટઓફીસમાં નાણાં ઉપાડવા નહીં મળતાં હોબાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુરપોસ્ટ ઓફીસમાં સોમવારે બચતખાતાના ગાહકોએ તેમના ખાતા માંથી નાણાં ઉપાડવા મળતાં આવેલા ગાહકોએ હોબાળો મચાવી દીધો હતો. જોકે સમયે હાજર પોસ્ટ ઓફીસરે નાણાં સ્ટેટ બેંકમાંથી મળતા નહી હોવાને કારણે સમસ્યા સર્જાયી હોવાનું જણાવતાં ખાતેદારો મુશ્કેેલીમાં મુકાયા હતા.

વિજાપુર પોસ્ટ ઓફીસમાં સોમવારે બચત ખાતાના ગાહકો તેઓના ખાતામાંથી નાણાં ઉપાડવા માટેની લાઇન લાગી હતી પણ પોસ્ટઓફીસમાં કર્મચારીઓએ નાણાં નહી હોવાનું કારણ બતાવતાં બચત ખાતામાંથી નાણાં ઉપાડવા માટે અાવેલા શશીકાન્ત રાવલ, જયોત્સનાબેન રાવલ, અમૃતભાઇ બારોટ, સંજયભાઇ બારોટ સહીતના લોકો પોસ્ટ ઓફીસમાં હોબાળો મચાવી દીધો હતો ને નાણાં લીધા સિવાય અહી ખસવાના નથી તેવુ જણાવતાં પોસ્ટ કર્મચારીઓ અટવાયા હતા. જોકે ત્યાં હાજર પોસ્ટ માસ્તરે સમજાવટ કરી હતીકે સ્ટેટ બેકમાંથી નાણાં આવ્યા નહોવાને કારણે આપી શકીએ તેમ નથી નાણાં નહી હોવાને કારણે સમસ્યા ઉભી થવા પામી છે તેવુ જણાવતાં ત્યાં બચત ખાતેદારો સ્ટેટ બેંક વિજાપુર શાખામાં પહોંચી ગયા હતા.

હકીકત મેળવતાં સ્ટેટ બંેકના કર્મચારીઓ જણાવ્યું હતુ કે અમારા બેકના ખાતેદારો સચવાતા નથી તો પોસ્ટઓફીસને કયાંથી નાણાં આપીએ તેમ કહી ને સ્ટેટ બેંકે હાથ અધ્ધર કરી દેતાં વિજાપુર પોસ્ટઓફીસના ખાતેદારો ને નાણાં મળતાં મુશ્કેલીમાં મુકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...