• Gujarati News
  • મશીનમાં હાથ આવી જતાં કામદારનું મોત

મશીનમાં હાથ આવી જતાં કામદારનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રણાસણ GIDCનો બનાવ

વિજાપુરતાલુકાના રણાસણ ગામની જીઆઈડીસીમાં સિમેન્ટ પ્લાન્ટની ફેક્ટરીમાં કામ કરતા કામદારનો હાથ મશીનમાં આવી જતાં તેનું સ્થળ ઉપર મોત નિપજ્યું હતું.

રાજસ્થાનના જોધપુરના રાજભારીયા ગામના વતની દીનેશ પ્રેમારામ નાયક રણાસણ ખાતે આવેલી જીઆઈડીસીના પ્લોટ નં.55માં સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા હતા. મંગળવારે સવારે તેઓ કામ પર હાજર હતા ત્યારે ફેક્ટરીના મશીનમાં તેમનો હાથ આવી જતાં ઘટનાસ્થળે તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતકની લાશ પીએમ માટે સરકારી રેફરલ હોસ્પિટલમાં લઈ જવાતાં ર્ડા.શૈલેષભાઈ પટેલ દ્વારા પીએમ કરાયું હતું. મૃતકના હાથની નશો મશીનમાં કપાઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. અંગે પોલીસને જાણ કરાતાં વિજાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.આર.રાવળે પંચનામુ વગેરે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.