• Gujarati News
  • વિજાપુર યાર્ડ મગફળીના આવકથી ધમધમી ઊઠ્યું

વિજાપુર યાર્ડ મગફળીના આવકથી ધમધમી ઊઠ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુરમાર્કેટયાર્ડમાં મગફળીની દૈનિક 1000 બોરીથી પણ વધુ આવક થઈ રહી હોઈ બજાર મગફળીના વેપારોથી ધમધમ્યું છે અને ભાવ રૂ.680થી 760ના મળી રહ્યા છે. વિજાપુર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાકેલી મગફળીનું વેચાણ કરવા માટે ખેડૂતોનો માર્કેટયાર્ડમાં ઘસારો વધી રહ્યો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મંત્રી રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, બજારમાં તેજી મંદિ તો રહેવાની. છેલ્લા અઠવાડિયાથી માર્કેટયાર્ડમાં મગફળીનો વિપુલ જથ્થો ઠલવાઈ રહ્યો છે. હાલમાં દૈનિક 1000 બોરીથી વધુ મગફળીનો જથ્થો આવી રહ્યો છે. મગફળીના ભાવ રૂ.680થી રૂ.760 સુધીમાં વધ-ઘટ થઈ રહી છે.