તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Vijapur
 • વિજાપુર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખનું નામ BPL યાદીમાં, કલેક્ટરે ખુલાસો માંગ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજાપુર પાલિકાના પૂર્વ ઉપપ્રમુખનું નામ BPL યાદીમાં, કલેક્ટરે ખુલાસો માંગ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુવર્ણજયંતીશહેરી રોજગાર યોજના અંતર્ગત વિજાપુર નગરપાલિકામાં તૈયાર કરવામાં આવેલી સાભાર્થીઓની યાદીમાં સત્તાનો દુરપયોગકરીને પોતાનું નામ સામેલ કરવાના મુદે કરવામાં આવેલી રજુઆતને પગલે પાલીકાના પુર્વ ઉપપ્રમુખને આજે ખુલાસો કરવા મહેસાણાના કલેકટરે આદેશ કર્યા છે જેને લઇને રાજકીય ગરમાવો આવી ગયો છે.

વિજાપુર શહેરમાં વસવાટ કરતાં ગરીબ પરિવારોની સુર્વણ જયંતી શહેરી રોજગાર યોજના અંતર્ગત સન1998માં બીપીએલ યાદી તૈયાર કરાઇ હતી. જેમાં વીઆઇજે 1/237નંબરે ઠાકોર દિવાનજી ગંગજીનું નામ લાભાર્થી તરીકે સામેલ કરવામાં આવ્યું હતુ. જેમાં સુધારો કરીને વિજાપુર નગર પાલિકાના તત્કાલીન ઉપપ્રમુખ દિવાનસિંહ નાનસિંહ ઝાલાએ પોતાની સતાનો દુરઉપયોગ કરીને પોતાનું નામ લાભાર્થી તરીકેે દાખલ કરાવી લીધું હતું. હકીકતની જાણ વિજાપુર પાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિક બારોટને થતાં તેમણે તા.17 એપ્રિલ 2015ના રોજ મહેસાણા કલેકટરને રજુઆત કરીને સત્તાનો દુરઉપયોગ કરી બીપીએલ લાભાર્થી તરીકેનેા લાભ મેળનાર કોંગ્રેસના સદસ્ય દિવાનસિહ ઝાલા સામે કાર્યદેસરની કાર્યવાહી કરી સભ્યપદેથી દુર કરવા માંગ કરી હતી.

જેના પગલે મહેસાણા કલેકટર આલોક પાંડેએ પાલિકાના પુર્વ ઉપપ્રમુખને 38/1 પ્રમાણે નોટીસ ફટકારી ખુલાસો કરવા માટે તા.18 જુલાઇ 2016ના રોજ હાજર રહેવાનો આદેશ કર્યા છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો