• Gujarati News
  • ત્રીજા સંતાન મુદ્દે વિજાપુર તા.પં.નાં મહિલા પ્રમુખે હોદ્દો ગુમાવવો પડ્યો

ત્રીજા સંતાન મુદ્દે વિજાપુર તા.પં.નાં મહિલા પ્રમુખે હોદ્દો ગુમાવવો પડ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચાયત અધિનિયમ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીએ સભ્ય પદેથી દૂર કરતો આદેશ કર્યો
ભાસ્કરન્યૂઝ.મહેસાણા
વિજાપુરતાલુકા પંચાયતનાં મહિલા પ્રમુખને ત્રીજા સંતાનનો જન્મ થતાં જિલ્લા વિકાસ અધિકારીએ પંચાયત અધિનિયમ અંતર્ગત તેમને સભ્યપદેથી દૂર કરતો આદેશ કર્યો છે. જેને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
વિજાપુર તાલુકાના હિરપુરાના ઉર્મિલાબેન ભરતભાઇ વણકર ગત ૨૦૧૦માં યોજાયેલી વિજાપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ૧૦-હિરપુરા બેઠક પરથી ચૂંટાઇ આવ્યા હતા અને તા.૯-૧૧-૨૦૧૦થી તાલુકા પંચાયતમાં સભ્ય અને પ્રમુખના હોદ્દે આરૂઢ થયા હતા. પરંતુ વર્ષ ૨૦૧૩માં એમના ઘરે ત્રીજા બાળકનો જન્મ થતાં રાજકીયા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. મામલે રજુઆત થતાં ગુજરાત પંચાયત અધિ. ૧૯૯૩ની કલમ-૩૦ (૧) (ત) મુજબ બે કરતાં વધુ બાળકો ધરાવતી વ્યક્તિ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં હોદ્દો ધરાવવા માટે ગેરલાયક ઠરતી હોઇ જિલ્લા પંચાયત દ્વારા કારણદર્શક નોટીસ આપવામાં આવી હતી. જેમાં મહિલા પ્રમુખ દ્વારા સ્વ બચાવમાં રજૂ કરાયેલ ...અનુસંધાનપાન-8
જવાબ,તપાસ અહેવાલ સહિતના પુરાવાઓને ધ્યાનમાં લેતાં જિલ્લા વિકાસ અધિકારી ડો.નરેન્દ્ર મીનાએ ગુજરાત પંચાયત અધિનિયમ અંતર્ગત ઉર્મિલાબેન ભરતભાઇ વણકરને વિજાપુર તાલુકા પંચાયતનું સભ્ય પદ સમાપ્ત કરતો આદેશ કર્યો છે. પંચાયતનું સભ્ય પદ સમાપ્ત કરતાં પ્રમુખ પદ પણ આપોઆપ ગુમાવવાનો વારો આવ્યો છે.
કયા નિયમ મુજબ ગેરલાયક ઠર્યા?
ગુજરાતપંચાયતઅધિનિયમ 1993ની કલમ-30(1) (ત) મુજબ ગેર લાયક ઠરતાં કલમ 32(1)(ખ) મુજબ સભ્ય તરીકે ચાલુ રહેવા અસમર્થ ઠરતાં જિલ્લા વિકાસ અધિકારીએ સભ્ય પદ સમાપ્ત કરતો આદેશ કર્યો છે.